________________
સુ
જ્યા
27
*
તીર્થંકર થનાર પુત્રને જનમ આપશે. ' ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે.
ત્યારપછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને, સમજીને ખુશખુશાલ થઇ ગઈ, ભારે સંતાષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પેાતાના બંને હાથ જોડીને યાવતુ તે સ્વપ્નાના અર્થને સારી રીતે સ્વીકારે છે–હ્રદયમાં ધારણ કરે છે. રવપ્નાના અર્થને સારી રીતે સ્વીકારીને, પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ અને રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભુત ભદ્રાસન ઊપરથી ઊભી થાય છે, ઊભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગવગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પાતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પેાતાના ભવનમાં પ્રવેશ કર્યો.
જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને—કુબેરને-તાએ રહેનારા તિર્થગ્લાકમાં વસનારા ઘણા સ્તંભક દેવા શકેંદ્રની આજ્ઞાને લીધે જે આ જુનાં પુરાણાં મહાનિધાના મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધા રાજાના ભવનમાં ઠલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણાં મહાનિધાનેાની—મેટા માટા ધનભંડારોની–હકીકત આ પ્રમાણે છે:-એ ધનભંડારોના હાલ કાઇ ધણીધારી રહ્યો નથી,
Jain Education International
For Private & Personal Use Only
૨૪૭
orary.org