________________
જાગી જાય છે. માંડલિક-દેશાધિપતિની માતાઓ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં રવપ્નમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે.
હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્ન જેએલાં છે તો હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવતું મંગલકારક સ્વપ્નો જેએલાં છે. તો જેમકે; હે દેવાનુપ્રિય ! અર્થને લાભ થવાને, હે દેવાનુપ્રિય! ભેગનો લાભ થવાને, હે દેવાનુપ્રિય! પુત્રનો લાભ થવાનો, હે દેવાનુપ્રિય! સુખને લાભ થવાને, હે દેવાનુપ્રિય! રાજ્યને લાભ થવાને, હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીત્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલમાં સૂર્ય સમાન, કુલના આધારરૂપ, કુલને જશ ફેલાવનાર, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વદ્ધિ કરનાર એવા, તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચે ઇંદ્રિયવાળા શરીરથી યુક્ત–જરા પણ ખેડખાંપણ વિનાના, લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરા, સર્વાગ સુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે.
વળી, તે પુત્ર બાળપણ વીતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળો થશે
For Private & Personal Use Only
Jain Education inferational
tary.org