________________
臻樂隊樂隊樂隊
તેનું શુભ અથવા અશુભ ફળ પારકાંને જ ભેગવવાનું હોય છે. દુષ્ટ રવપ્ન આવે ત્યારે દેવ–ગુરુની પૂજા કરવી, શક્તિ અનુસાર તપશ્ચર્યા કરવી, કારણ કે નિરંતર ધર્મકરણીમાં આસક્ત રહેનાર સ્ત્રી-પુરુષને દુષ્ટ સ્વપ્ન પણ શુભ ફળ આપનારું થાય છે.”—૨૮ થી ૩૦
વળી સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે –“સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નમાં એક મોટા દૂધનો ઘડે અથવા ઘીને ઘડે અથવા મધને ઘડો, પિતાના મસ્તકે ઉપાડે તો તે તે જ ભવમાં મેલે જાય છે. જે સ્ત્રી અથવા પુરુષ સ્વપ્નમાં મોટા રત્નના, સેનાના, રૂપાના અથવા સીસાના ઢગલા ઊપર પિતાને ચઢેલો અથવા ચઢતો દેખે, તે અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય છે.”
હે દેવાનુપ્રિય! –હે સિદ્ધાર્થ રાજન ! અમારાં સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં બંતાલીશ સ્વપ્ન અને ઉત્તમ ફળ આપનારાં ત્રીશ મટાં સ્વપ્નો કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્નો કહેલાં છે. તેમાંથી અરિહંત-તીર્થકરની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે તીર્થંકર અથવા ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે, એ ત્રીશ મેટાં સ્વપ્નોમાંથી આ ચૌદ મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે તે ગજ, વૃષભ વગેરે.
વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે, એ ચૌદ મોટાં સ્વપ્નમાંથી કોઈપણ સાત સ્વપ્નોને જોઈને જાગી જાય છે. વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે, એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નોને જોઈને
Jain Education International
For Private & Personal Use Only
VO