________________
" यः सूर्याचन्द्रमसोविम्बं ग्रसते समग्रमपि पुरुषः । कलयति दिनोऽपि महीं ससुवणीं सार्णवां नियतम् ॥१४॥ हरणं पहरणभूषणमणिमौक्तिककनकरुप्यकुप्यानाम् । धनमानम्लानिकरं दारुणमरणावहं बहुशः ॥१५॥ आरूढ : शुभ्रमिभं नदीतटे शालिभोजनं कुरुते ।
भुङ्क्ते भूमीमखिलां स जातिहीनोऽपि धर्मधन ः ॥९६॥ જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના સંપૂર્ણ બિંબને ગળી જાય તે પોતે ગરીબ હોય તો પણ આખી પૃથ્વીને રાજા થાય છે. જે સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મોતી, સોનું, રૂપું, તેમજ બીજી ધાતુઓનું હરણ થતું દેખે તો તેનું સ્વપ્ન કેટલીકવાર ધનનો નાશ કરનારું, અપમાન કરાવનારું, તેમજ ભયંકર રીતે મરણુ નીપજાવનારૂ થાય છે. જે મનુષ્ય સ્વપ્નમાં હાથીના હદે બેસે અને નદી કાંઠે ભાતનું ભેજન કરે; તે નીચ જાતિનો હોય તો પણ ધર્મરૂપી ધનવાળા થાય અને સારી પૃથ્વીનો ભોક્તા થાય.-૧૪ થી ૧૬
૨૩૬
For Private & Personal Use Only