________________
તે હું આપની પાસેથી જાણવા માગું છું.'
ત્યારપછી, તે સ્વમલક્ષણ પાઠક સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વમાને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં. પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા. એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા–એક બીજાને મત પૂછવા-જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે વમોનો અર્થ પામી ગયા. તે સ્વપ્નોનો અર્થ તેઓ એક બીજા પરસ્પર જાણી ગયા, એ વિશે એક બીજાને પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઊપર આવી ગયા અને તે બધા એ સ્વપ્નો વિશે એકમત થઈ પાકા નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે સ્વપ્નશાસ્ત્રોનાં પ્રમાણભૂત વચનો બોલતા બોલતા આ પ્રમાણે કહેવા લાગ્યા કે સ્વમશાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે:
"अनुभूतः श्रुतोदृष्टः, प्रकृतेश्च विकारजः। स्वभावतः समुद्भूतश्चिन्तासन्ततिसम्भवः ॥ १॥ देवतायुपदेशोत्थो, धर्मकर्मप्रभावजः । પાપોમુત્ય, મઃ ત્રિવધા ગ્રામ્ ૨.
૨૩૧
Jain Educ
a
tional
For Private & Personal Use Only