________________
ૐ કુંભ
વિચાર કર્યો હોય તે. આ વિદ્યાના અભ્યાસ માટે “જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથા *”માં બહુ વિસ્તા રથી ચર્ચા કરેલી છે.
૭ ઉત્પાવિદ્યા—ઉલ્કાપાત—ભૂકંપ, ધૂળની વૃષ્ટિ વગેરે કુદરતી અકસ્માતાથી થતા લાભાલાભનું જેમાં વર્ણન કર્યું હોય તે.
૮ અંતરિક્ષવિદ્યા—ગ્રહોના ઉદય તથા અસ્ત વગેરેથી થતાં શુભાશુભ ફળનું જેમાં વર્ણન કર્યું હાય તે.
[આ અષ્ટાંગનિમિત્ત માટે પ્રાચીન ગ્રંથ “ અંગવિદ્યા ” નામના મળી આવે છે, જેનું સંપાદન વિર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજી હાલમાં કરી રહેલા છે.
ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ જેમને ઊપર કહ્યો એ પ્રમાણેના હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તે બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બેાલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તે સિદ્ધા ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તે ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્યાં સ્વપ્નલક્ષણ
* આ ગ્રંથમાં ૧ હસ્ત સંજીવિની, ર સામુદ્રિક તિલક, ૩ સામુદ્રિક શાસ્ત્ર, ૪ હસ્તકાંડ તથા ૫ અહંદુ ચૂડામણ વગેરે પાંચ ગ્રંથેનું વિસ્તૃત વર્ણન ચિત્રા સાથે કરેલું છે. છતાં કિંમત માત્ર સેાળ રૂપિયા, પ્રાપ્તિસ્થાન—સારાભાઇ મણિલાલ નવાબ, છીપામાવજીની પાળ, અમદાવાદ
Jain Edu-national
For Private & Personal Use Only
૩
brary.org