________________
કોણ ચડીઆતો છે? કોની તાકાત છે કે મારી હાજરીમાં આ પલંગ ઉપર મારા સિવાય બીજે કઈ સૂઈ શકે ?”
તેઓમાંથી એક ડાહ્યા માણસે રસ્તો કાઢયો કે : “ભાઈઓ ! આપણે બધાં જ પરાક્રમી અને કલીન છીએ અને તેથી મારું માને તો મિથ્યા વિવાદ છોડી દઈ પલંગને મધ્યમાં મૂકીને તેની સન્મુખ પગ રાખી સૂઈએ તે કેઈ નાનું-મોટું કહેવાય નહીં અને કજીયાનું મૂળ પણ નાશ પામે!
પછી બધા સુભટો પલંગની સામે પગ રાખીને, અભિમાન પૂર્વક સૂઈ ગયા. પલંગ તો ખાલી જ પડી રહ્યો. સવારમાં રાજાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેણે વિચાર કર્યો કે :
આવા ઢંગધડા વગરના મિથ્યાભિમાની અને કુસંપી સુભટો મારું શું દાળદર વાળવાના હતા ?” રાજાએ તેમને તરછોડી પોતાના રાજ્યમાંથી હાંકી કહાડ્યા.
પછી તે સ્વમપાઠકે જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, ત્યાં તેઓ આવીને પોતપોતાના બંને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને
જય થાઓ વિજય થાઓ” એમ બોલીને વધાવે છે. અને આ પ્રમાણે આશિર્વાદ આપતા બાલ્યા કે :
Jan Eden
N
ational
For Private & Personal Use Only
brary.org