________________
વગેરેથી અલંક્ત અને ફૂલ વગેરેથી વિભૂષિત હોય છે, તેવી રીતે તે રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય—પણ મુગટ વગેરેથી અલંક્ત અને વસ્ત્ર વગેરેથી વિભૂષિત બન્યો. આવા સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર છત્રધરોએ–છત્ર ધરનારાઓએ કરંટવૃક્ષને ફૂલોની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ઘોળા ઉત્તમ ચામથી વીંજાવા લાગ્યો. તેને જોતાં જ લોકો ‘જય જય’ શબ્દ કરવા લાગ્યા. એ રીતે સજ્જ થએલો, અનેક ગણનાયક, દંડનાયકા, માંડલિક રાજાઓ, ઈશ્વયુવરાજે -પાટવી કુંવરો, તલવેરો–રાજાએ પ્રસન્ન થઈને જેઓને તલવાર વગેરે ભેટ આપી હોય તેવા રાજપુરુષો, મબના માલિકે, કૌટુંબિક-કુટુંબના કેટલાક વડેરાઓ, મંત્રીઓ, મહામંત્રીઓ, તિપીએ. પ્રતિહારો, અમાત્ય, સેવકો, રાજાની લગોલગ બેસનારા પીઠમકો, કર ભરનારા નગરવાસીઓ, વ્યાપારીઓ, શ્રીદેવીના છાપવાળે સેનાને પટ્ટો માથા ઊપર પહેરનારા શેઠ કે, મોટા મોટા સાર્થવાહો, સેનાપતિઓ-ચતુરંગી સેનાના સ્વામીઓ, દૂતો અને સંધિપાલો–એલચીઓ વગેરે પુરુષોથી પરિવરેલો જાણે કે ધોળા મહામેધમાંથી ચંદ્ર નીકળ્યા હોય તેમ તથા ગ્રહ, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતો લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતો લાગે. ચંદ્રની પેઠે ગમી જાય એવો દેખાવડો તે રાજા રસ્નાનઘરમાંથી બહાર નીકળે. આ વખતે સિદ્ધાર્થ રાજા મનુષ્યમાં ઇંદ્ર સમાન હોય તેવો લાગતો હતો. રાજ્યની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી તેને નરવૃષભની ઉપમા પણ આપી શકાય. દુસ્સહ પરાક્રમવાળા હોવાથી
Jain Ede
For Private & Personal Use Only
brary.org