________________
છે
,
那還鄉營造器縣新港鄉
બળને વધારનારાં, માંસની વૃદ્ધિ કરનારાં, વીર્યની વૃદ્ધિ કરનારા અને તમામ ઇંદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં. સેવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક, સહસ્ત્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલો પડવામાં આવ્યાં. પછી તળાઈ ઊપર ચામડું પાથરીને તે ઊપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણુ, હાથે પગે સંપૂર્ણ પણે કમળ તળિયાવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં. માલિશ કરેલું તેલ પરસેવા વાંટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા થાય છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કોઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, મર્દન કરનારાઓમાં મુખ્યત્વે શરીરે પા. વિવેકવાળા, બુદ્ધિશાળી અને થાકને જિતી ગએલા એવા પુરુષોએ હાડકાનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગ સેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયને તમામ થાક દર કરી નાખે એટલે તે વ્યાયાશાળામાંથી બહાર નીકળે છે.
વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, ત્યાં આવીને રસ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મેતીથી ભરેલા અનેક જાળિયાંને લીધે મનહર અને ભેંતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય સ્નાનમંડપની નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્ભૂત નાનપીઠ–બાજોઠ ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને
૨૧૬
Jain Educa
ional
For Private & Personal Use Only
orary.cro