________________
ક
સુ
જ્યા
3
ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધબકવા લાગ્યું અને મૈધની ધારાથી સીંચાયેલ કદંબના ફૂલની પેઠે તેનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થઈ ગએલા તે સિદ્દા તે સ્વો વિશે એક સામટા સામાન્ય વિચાર કરે છે, તે સ્વમો વિશે એક સામટા સામાન્ય વિચાર કરી પછી તે સ્વોના જુદા જુદા વીગતથી વિચાર કરીને, પછી તે પેાતાની સ્વાભાવિક મતિસહિતના બુદ્ધિવિજ્ઞાન વડે તે સ્વમોના વિશેષ ફળના જુદા જુદા નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળના જુદા જુદા નિશ્ચય કરીને તેણે પોતાની ૠ યાવત્ મંગળરૂપ, પરિમિત મધુર અને સેાહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું:
“ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વમો જોયાં છે, હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણકારી સ્વમો જોયાં છે, એ જ પ્રમાણે તમે જોએલાં સ્વમો શિવ રૂપ છે, ધન્ય રૂપ છે, મંગળરૂપ છે, ભારે સેાહામણાં છે, એ તમે જોએલાં સ્વમો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ઘાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હું દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વમો દીઠાં છે. તે જેમકે; તમે જેએલાં સ્વમોથી આપણને હું દેવાનુપ્રિયે ! રત્નસુવર્ણાદિ અર્થના લાભ થવા જોઈએ. હે દેવાનુપ્રિયે! ભાગના લાભ થવા જોઈએ, પુત્રના લાભ થવા જોઇએ એ જ રીતે સુખના લાભ અને રાજ્યના લાભ થવા જોઇએ. ખરેખર એમ છે કે હું દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર થયા પછી, અને તે ઊપર સાડાસાત રાત દિવસ વીતી ગયા પછી, આપણા કુલમાં ધ્વજ સમાન, આપણા કુલમાં દીપક–દીવા સમાન,
For Private & Personal Use Only
Jain Education International
********
૨૦૯
Mitrary.or!