________________
છે
ક
કચાક
આપણા કુલમાં પર્વત સમાન અચલ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, શુભ આચારવાળા હોવાથી કુલની કીર્તિમાં વધારો કરનાર, કુલને બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂર્યની માફક પ્રકાશ કરનાર, પૃથ્વીની માફક કુલના આધારભૂત, કુલની વૃદ્ધિ કરનાર, સર્વ દિશાઓમાં કુલની કીર્તિ—યશ વધારનાર, કુલને આશ્રયરૂપ હોવાથી છાંયો આપનાર વૃક્ષ સમાન અને કુલની વિશેષ પ્રકારે વૃદ્ધિ કરનાર એવા પુત્રને તમે જનમ આપશો. વળી તે જનમનાર પુત્ર હાથે પગે સુકોમળ, શરીરે અને પાંચ ઇન્દ્રિયોથી પૂરેપૂરો તથા જરાપણ ખેડખાંપણ વગરને હશે. તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઊંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સવાંગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સામ્ય કાંતિવાળા, કાંત, પ્રિય લાગે એવો અને દર્શન કરવું ગમે એવો હશે. અર્થાત હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશે.
વળી તે પુત્ર જયારે પોતાનું બાળપણ પૂરું કરી આઠ વર્ષનો થશે, ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી જયારે યૌવન અવસ્થાને પ્રાપ્ત થશે. ત્યારે તે દાન દેવામાં શૂર થશે, અંગીકાર કરેલા કાર્યને નિર્વાહ કરવામાં સમર્થ થશે. રણસંગ્રામમાં બહાદૂર થશે, પરરાજ્યના આક્રમણ વખતે વીરત્વ દાખવનારો થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે.
Jain
2-6
national
For Private & Personal Use Only
www.jainelibrary.org