________________
、家樂
ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે–ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચકકર ચકકર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે. એવા એ ક્ષીરસમુદ્રને (જુઓ ચિત્ર નં. ૯૯), અગિયારમાં રૂમમાં | ત્રિશલાદેવી જુએ છે.–૧૧
ત્યારપછી વળી, ત્રિશલાદેવી બારમા સ્વપ્નમાં ઉત્તમ દેવવિમાનને જુએ છે. એ ઉત્તમ દેવવિમાન કેવું છે? એ દેવવિમાન ઊગતા સૂર્યના બિબના જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે. એ વિમાનમાં ઉત્તમ સેનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટકા–થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેનાના પતરામાં જડેલા લટકતા મોતીઓના ગુચ્છાઓથી વિશેષ દેદીપ્યમાન દેખાય છે. વળી એ વિમાનમાં ચળતી દિવ્ય ફલની માળાઓ લટકાવેલી છે, વળી
એમાં વૃક, વૃષભ, ઘોડા, મનુષ્યો, મગરો, પક્ષીઓ, સર્પો, કિન્નરો,
મૃગો, અષ્ટાપદ, ચમરી ગાય, વિશેષ જાતિનાં જંગલી જનાવરો, હાથીઓ, અશોકલતા વગેરે વનની લતાઓ, કમલિની વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે જેમાં ગાંધર્વો ગાઈ રહ્યા છે અને વાજાં
વગાડી રહ્યા છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂરુ ગાજતું દેખાય છે. ચિત્ર નં. ૯૯ ક્ષીર સમુદ્ર વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય
家
球隊樂隊樂隊统
家、 家
Education
For Private & Personal Use Only