________________
કો
GSRTS RSS
સહસ્ત્રદલ–મોટાંકમળાને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળનાં રજકણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે. એ સરોવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવો ફરી રહ્યાં છે. માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે. વળી, ઘણું લાંબું, પહોળું અને ઊંડુ એ સરોવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુવલય, રાતાં કમળ. મોટાં કમળો, ઊજળાં કમળા, એવાં અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય તેવું દેખાય છે, સરોવરની શોભા અને રૂપ ભારે મનોહર છે. ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત–મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળ ઉપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે. એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા લહેસે બગલાઓ, ચકવાઓ, રાજહંસ, સારસે વગેરે ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ
કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં
પાણીને હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં F.:::::::S
ઊપર બાઝેલાં મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે. વળી, એ સરોવર જેનારનાં હૃદય અને લોચનોને શાંતિ પમાડે
એવું છે. એવા અનેક કમળાથી રમણીય દેખાતા એ સરોવરને (જુઓ ચિત્ર નં. ૯૮ પદ્મસરોવર ચિત્ર નં. ૯૮) ત્રિશલા દેવી દશમા સ્વપ્નમાં જુએ છે.–૧૦
શા
માટે
ગર્વથી
વિવિધ
પાણીને
Jain Educa
For Private & Personal Use Only
rary. I