________________
એ ધ્વજ ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલો, ભેગાં મળેલાં નીલાં, રાતાં, પીળાં અને ધોળાં તથા સુંવાળાં, જથાબંધ લહેરખીઓ લેતાં જેને માથે મારપીંછાં વાળની પિઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમા સ્વપ્નમાં જુએ છે. જેવી રીતે માણસના માથે ચોટલો શોભે છે, તેવી જ રીતે ધ્વજને માથે-મથાળે-ઉપરના ભાગમાં સ્ફટિક અથવા શંખ. એકરત્ન, મોગરો, પાણીના બિંદુઓ અને રૂપાનો કળશ એ બધાની જેવા ધોળા રંગનો શોભતો સિંહ ચીલો હતો, અને તે પણ પોતાના સ્વાભાવિક સૌંદર્ય વડે ઘણે જ રમણીય લાગતો હતો. પવનના તરંગોને લીધે ધ્વજની સાથે તેમાં રહેલો સિંહ પણ જાણે કે ઉછળી ઉછળીને ગગનતલને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો એ ધ્વજ છે. તથા એ ધ્વજ સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, વળી એ ધ્વજ ઘણો મોટો છે અને
માણુને એ ભારે દેખાવા લાગે છે (જુઓ ચિત્ર નં. ૯૬). ત્રિશલા દેવી આવા સુંદર ધ્વજને આઠમા સ્વપ્નમાં જુએ છે.–૮
ત્યારપછી વળી, ત્રિશલા દેવીએ નવમા સ્વપ્નમાં રૂપાને પૂર્ણકલશ જે. આ પૂર્ણકલશ કેવો છે? આ કલશ ઉત્તમ પ્રકારના સુવર્ણની
માફક અતિ નિર્મળ અને દેદીપ્યમાન છે. તેમાં નિર્મળ જળ સંપૂર્ણ ચિવ નં. ૯૬ ધજા (વ્રજ) ભરેલું હોવાથી કલ્યાણને સૂચવે છે. વળી તે. ઝગારા મારતી કાંતિ
Jain Education International
For Private & Personal Use Only