________________
ત્યાં રાખેલા હોવાથી, સુગંધી દ્રવ્યોથી બનાવેલી ગુટિકા જેવી સુવાસિત લાગે તેવી રીતે આખું શયનમંદિર સુગંધ સુગંધ થઈ રહ્યું હતું અને અતિશય મહેકી રહ્યું હતું.
ત્રિશલાની શયા તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારના પલંગમાં પડી ઐ| હતી. તે પલંગ ઉપર સૂનારના આખા શરીરના માપનું ગાદલું મૂકી રાખેલ હતું, બંને બાજુએ
માથા તરફ અને પગ તરફ–પણું ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બંને બાજુ ઉંચી હતી અને વચ્ચેના ભાગમાં નમેલી તથા ઊંડી હતી; વળી ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતાં જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી. એ પથારી ઉપર ધાએલો એવો અળસીના કપડાનો આછાડ–ચાદર-બીછાવેલો હતો. એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરો ન આવે તે માટે તેની ઉપર રાતાં કપડાંની મરછરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ–પથારી–શય્યા સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુગંધી ચૂર્ણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતી જાગતી અને ઉંઘતી ઉધતી ત્રિશલા ક્ષત્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org