________________
આ પર્વત ઉપર દશ જોજન ઊંડું, પાંચસે જોજન પહોળું અને એક હજાર જોજન લાંબું, વાના તળીઓવાળું પદ્મદ્રહ નામનું એક સરોવર છે. તેના મધ્યભાગમાં પાણીથી બે કેશ ઊંચું, એક જોજન પહોળું અને એક જોજન લાંબુ એક કમલ છે. આ કમલનું નીલરત્નમય નાલ દશ એજનનું છે. તેનું મૂળ વજાય છે, તેનું કંદ રિછ રત્નમય છે, તેના અંદરના અને બહારના પાંદડા રક્તસુવર્ણમય છે. સુવર્ણમય મધ્યપત્રમાં આ પ્રમાણેનું એક કમલ છે. તે કમલની અંદર બે કોશ પહોળી, બે કોશ લાંબી, એક કેશ ઊંચી, રક્તસુવર્ણમય કેસરાઓથી શોભિત સુવર્ણમય કર્ણિકા છે. તેના મધ્યભાગમાં અડધો કેશ પહોળું, એક કેશ લાંબું અને એક કોશમાં કાંઈક ઓછું ઊંચું લક્ષ્મીદેવીનું મંદિર છે. તે મંદિરને પાંચસે ધનુષ ઊંચા, અઢીસો ધનુષ પહેલા; પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા છે. આ મંદિરની વચ્ચોવચ અઢીસો ધનુષ પ્રમાણુ રત્નમય વેદિકા છે. આ વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય એક શવ્યા છે. તે મુખ્ય કમલની ચોતરફ ફરતા ગોળ આકારવાળા લક્ષ્મીદેવીના આભૂષણોથી ભરેલા, તથા મુખ્ય કમલના પ્રમાણુથી અડધા ઉંચા અને પહોળા એવા એકસેને આઠ કમલો છે. એવી રીતે સઘળા ગળાકારોમાં અનુક્રમે અડધું અડધું પ્રમાણ સમજવું. પ્રથમ વલય સંપૂર્ણ
બીજા વલયમાં વાયવ્ય, ઇશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવોને વસવાના ચાર હજાર કમલ છે. પૂર્વ દિશામાં ચાર મહર્દિક દેવીઓના ચાર કમલ છે, અગ્નિ
તકો SS RSS
Jain Education International
For Private & Personal Use Only
www ainelibrary.org