________________
રાજ્ય અને રાજયલક્ષ્મીનો ઉપગ થતો હોય ત્યાં ફેરવી નાખવા ઘટે. પછી ઇંદ્ર, બ્રાહ્મણકુંડગ્રામ નગરમાંથી કડાલગોત્રના ભદત્ત બ્રાહ્મણની ભાર્યા, જાલંધરગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભને, ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં, શ્રીષભદેવ પ્રભુના વંશમાં થએલા જ્ઞાતવંશના ક્ષત્રિયોમાં થએલા કાશ્યપગોત્રના સિદ્ધાર્થ નામના ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ટગોત્રની ત્રિશલા નામે ક્ષત્રિયાણીની કૂખને વિષે મૂકવાનો નિશ્ચય કર્યો. તેમ જ ત્રિશલા ક્ષત્રિયાણીનો પુત્રીરૂપે જે ગર્ભ હતો તેને જાલંધરગેત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં મૂકવાનો નિર્ણય કર્યો.
આ પ્રમાણે વિચાર કરીને, વિચારનો અમલ કરવા માટે પાયદળ સેના અધિપતિ હરિગેગમેથી નામના દેવને બેલા, બાલાવીને કે આ પ્રમાણે કહ્યું કે : “ હે દેવાનુપ્રિય ! અરિહંતો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવો કદાપિ શુદ્ધ કુલોમાં કે અધમકુલમાં કે કંજુસનાં કુલામાં કે દરિદ્રકુલોમાં કે તુચ્છકુલોમાં કે ભિલુકકુલોમાં કે બ્રાહ્મણકુલોમાં જનમેલા નથી. જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. આવા પુ તો હમેશાં ઉગ્ર માં.. ભેગકુલોમાં. રાજન્યકુલોમાં, જ્ઞાનકુલોમાં. ક્ષત્રિય કુલોમાં અને હરિવંશલોમાં અને તેના બીજા શુદ્ધ જાતિવાળા અને શુદ્ધકુલવાળા વંશોમાં જ જનમવા જોઈએ.
તે પછી ભગવાન શા માટે અહીં ઉત્પન્ન થયા ? તેનું કારણ આ છે:–પરંતુ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી વીતી ગયા પછી લોકોને વિષે આશ્ચર્યરૂપે જે કાંઈ બને છે, તેમાં પ્રભુ
Jan Edt
For Private & Personal Use Only