________________
પ્રભુ સિદ્ધાર્થ રાજાના આતકલમાં પ્રવેશ કરવાને ક્ષણવાર મુહુર્ત આવવાની રાહ જોતા હોય તેમ જેઓ બ્રાહ્મણના ઘરમાં બાશી અહોરાત સુધી રહ્યા તે શ્રીચરમ તીર્થંકર પ્રભુ કલ્યાણ કરો.”
અહીં કોઈ શંકા કરે કે સંહરણ થતી વખતે પ્રભુએ પિતાનું સંહરણ કેમ નહીં જાણ્યું હોય? સંહરણનો કાળ તો અસંખ્ય સમય હોય છે. આવી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન જાણે એ કેમ બની શકે ?
સંહરણ ક્રિયાને કાળ અસંખ્ય સમયનો હોવાથી હું સંહરાઉં છું.’ એમ પ્રભુ જાણે છે ખરા, પરંતુ હરિગેગમેલી દેવે પ્રભુના ગર્ભનું એવી કુશળતાથી સંહરણ કર્યું કે તેથી પ્રભુને જરાપણુ પીડા થઈ નહીં અને તેથી એ પ્રભુએ જાણવા છતાં જાણે સંહરણ જાણ્યું જ નહીં, એમ કહેવાને આશય છે. જેમ કોઈ માણસના પગમાં કાંટો વાગ્યો હોય છે અને બીજો માણસ તે કાંટાને એવી કુશળતાથી ખેંચી કાઢે કે જેથી પેલાને જરાપણ પીડા થાય નહીં તો તે વખતે પેલો માણસ એમ કહે છે કે
તે એવી રીતે કાંટો કાઢો કે મને મુદ્દલ જ ખબર ન પડી.” જો કે કાંટો કાઢતાં સામા માણસને જ્ઞાન તો થાય છે જ પણ પીડા ન થવાથી કાંટો કાઢનારની કુશળતા જણાવવા માટે જાણે કાંઈ જાણ્યું જ ન હોય એવો વ્યવહાર થાય છે. અને એટલા જ માટે હરિગેગમેલી દેવે જે કૂશળતાથી ગર્ભનું સંહરણ કર્યું તે કુશળતાને સ્પષ્ટ કરવા માટે પ્રભુ પિતાના સંહરણને જાણવા છતાં જાણે જાણતાં જ નથી એમ અત્ર કહેવામાં આવ્યું છે.
૧૮૩
For Private & Personal Use Only
orary.org