________________
વસ્તુઓ ઉત્પન્ન થાય તે કેની સમજવી. સભાજનોએ ઉત્તર આપ્યો કે: “હે સ્વામી ! જે ઉત્તમ વરતુઓ રાજયમાં ઉત્પન્ન થાય તેને માલિક રાજા જ ગણાય.’ આ પ્રમાણે પ્રપંચ કરી લોકોની સંમતિ મેળવી લઈને રાજાએ મૃગાવતીને રાજસભામાં બેલાવી, અને સભ્યોને ઉદ્દેશી કહ્યું કે: ‘તમારા અભિપ્રાય મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ.” લેકે રાજાના આવા વર્તનથી ચક્તિ થઈ ગયા. રાજાએ મૃગાવતી સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કર્યું. એ રીતે રાજા પિતાની સંતતિ એટલે પ્રજાનો પતિ થયા તેથી તેનું નામ પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ થયું. તે મૃગાવતીની કૂખે સાત સ્વમોએ સૂચિત ચોરાશી લાખ વરસના આયુષ્યવાળા ત્રિપૃષ્ટ નામે પુત્ર થયો.]
તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિન્ન કરનારા સિંહને શસ્ત્ર | વગર પોતાના હાથથી જ ચીરી નાખ્યો હતો, અનુક્રમે તે વાસુદેવપણાને પામ્યો. એક વખતે વાસુદેવે પિતાના શય્યાપાલકને આજ્ઞાકરી કે : “મારા ઉંધી ગયા પછી આ ગાયને બંધ કરાવજે અને ગવૈયાઓને વિસર્જન કરી દેજે.' એમ કહી વાસુદેવ નિદ્રાધીન થઈ ગયા. ગીત ગાનમાં આસક્ત થઈ ગએલો શય્યાપાલક વાસુદેવની આજ્ઞા ભૂલી ગયો. થોડીવાર પછી વાસુદેવ જાગૃત થયા અને સંગીત ચાલુ જેને શવ્યાપાલકને કહ્યું કે : “દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ તને શું ગાયન વધારે પ્રિય છે ? ઠીક છે, હું તને તેનું ફળ ચખાડું છું.” એમ કહીને શવ્યાપાળકના
an
For Private & Personal Use Only