________________
વાવ
તેઓએ એક હજાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી, વિહાર કરતા કરતા મા ખમણુને પારણે એક વખત મથુરામાં ગોચરી ગયા. ત્યાં તપથી દુબળા પડી ગએલા એવા તેઓને એક ગાયે શીંગડા વતે પાડી નાખ્યા. આ જ વખતે તેમના કાકાને દીકરો વિશાખાનંદી લગ્નપ્રસંગે ત્યાં આવ્યા હતો, તે વિશ્વભૂતિ મુનિને આ પ્રમાણે ગાયે પાડી નાખેલા જોઈને મશ્કરીમાં બોલ્યો કે : “એક જ મૂઠીના પ્રહારથી આખી કઠીને ખંખેરી નાંખવાનું તારૂં બળ કયાં ચાલ્યું ગયું?' વિશાખાનંદીના આવા ઉદગાર સાંભળી વિશ્વભૂતિને ક્રોધ ચડ્યો અને તેણે ગાયને શીંગડાથી પકડીને આકાશમાં ભમાડી અને નિયાણું કર્યું કે: “હું આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે બહુ બલવાન | થાઉં.” પછી ત્યાંથી મરણ પામીને સત્તરમા ભવે મહામુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયો. ત્યાંથી ચવીને અઢારમાં ભવે પોતનપુર નામનો શહેરમાં પોતાની પુત્રીને પરણનાર પ્રજાપતિ રાજાની મૃગાવતી રાણીની કૃક્ષિથી ત્રિપૃષ્ટ નામને ચોરાશી લાખ વર્ષના આયુષ્યવાળો વાસુદેવ પુત્ર થયો.
[ પ્રજાપતિનું નામ પહેલાં રિyપ્રતિશત્રુ હતું. તેને ભદ્રા નામની રાણીની કુખે અચળ નામે પુત્ર અને મૃગાવતી નામે પુત્રી હતી. એક વખતે યુવાન થએલી અતુલ સેંદર્યવતી મૃગાવતી પોતાના પિતાને પ્રણામ કરવા આવી. રાજા તેનું સંદર્ય જોઈ કામાતુર થયા. પછી રાજાએ નગરના ટામેટા માણસને બોલાવીને કહ્યું કે: “હે સભાજનો ! રાજ્યમાં જે જે ઉત્તમ
R,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org