________________
ગુમાણ-ભવ્યલેકને વિષે ઉત્તમ. ભગવાન ત્રીશ અતિશય યુક્ત હોવાથી લોકોને વિષે ઉત્તમ છે. લેગનાહાણું–ભવ્યકોના નાથ, યોગ અને ક્ષેમને કરનારા. યોગ એટલે નહિ પ્રાપ્ત થએલા જ્ઞાનાદિની પ્રાપ્તિ કરાવનારા અને ક્ષેમ એટલે પ્રાપ્ત થએલા જ્ઞાનાદિનું રક્ષણ કરનારા હોવાથી લોકના નાથ. લોહિયાણુ–સર્વજોનું હિત કરનારા; કારણ કે પ્રભુ દયાના પ્રરૂપક છે. લગપઈવાણું–લોકોને વિષે પ્રદીપ સમાન; કારણ કે પ્રભુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરનાર છે. લોગજજો અગરાણું–લોકોમાં પ્રત કરનારા; કારણ કે ભગવાન સૂર્યની પેઠે પદાર્થોને પ્રકાશિત કરનાર છે.
અભયદયાણું–અભયને દેવાવાળા. સાતે ભયને હરનારા. સાત ભય આ પ્રમાણે: ૧ મનુષ્યને મનુષ્યનો ભય રહે તે ઈહલોકભય, ૨ મનુષ્યને દેવ વગેરેને ભય રહે તે પરલોક ભય. ૩ ધન વગેરેની ચોરીનો ભય તે આદાન ભય, ૪ બહારના નિમિત્ત વિના આકસ્મિક ભય તે અકરમાત ભય, ૫ આજીવિકા ચલાવવાનો ભય તે આજીવિકા ભય, ૬ મરણ ભય અને ૭ અપયશ ભય. ચકખુદયાણુ-શ્રુતજ્ઞાનરૂપી આંખને દેનારા. મગદયાણું–સમ્યગ્દર્શનજ્ઞાન અને ચારિત્રરૂપી મોક્ષ માર્ગ દેનારા; જેમ કોઈ લકે મુસાફરીએ જતા હતા. તેમનું ધન ચોરોએ લૂંટી લીધું અને તેમને આંખે પાટા બાંધીને અવળા માર્ગે ચડાવી દીધા. તેવામાં કેઇએ આવી આંખપરના પાટા છોડી નાખી. ધન આપી, સાચો માર્ગ બતાવી, ઘણો ઉપકાર કર્યો. તેવી રીતે ભગવાન પણ
Jan Educam
For Private & Personal Use Only