________________
cથા
હઝરત જ
આવ્યા. લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તી નગરીમાં એક વખતે બે જિન વિચરી રહ્યા છે. આ વાત સાંભળી શ્રીગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે: “સ્વામિનુ! પિતાને જિન તરીકે ! ઓળખાવનાર આ બીજો કોણ છે?” પ્રભુએ ઉત્તર આપ્યો કે: ગૌતમ! એ માણસ જિન નથી, પરંતુ શરવણ ગામના રહેવાસી મંલિ નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કૂખે જનમેલે ગોશાળા છે. ઘણી ગાયવાળી બ્રાહ્મણની ગૌશાળામાં તે જનમેલો હોવાથી તેનું નામ ગોશાળ પડ્યું છે. મારી છદ્મરથ અવસ્થામાં તે મારી સાથે છ વરસ સુધી વિચર્યો છે, મારા શિષ્ય તરીકે રહીને કાંઈક બહુ શ્રત થઈને આજે પોતાની જાતને તે જિન તરીકે ઓળખાવે છે.'
પછી આ વાત સર્વત્ર ગામમાં ફેલાઈ ગઈ કે ગોશાળ જિન નથી. આ વાત ગોશાળાના સાંભળવામાં આવવાથી તે ક્રોધે ભરાયો. એક દિવસે ભગવાનના શિષ્ય આનંદ ગોચરીએ ગયા હતા. તેમને ગોશાળાએ કહ્યું કે: “હે આનંદ! તું એક દૃષ્ટાંત સાંભળ. એક વખત કેટલાક વ્યાપારીઓ ધન મેળવવા માટે વિવિધ પ્રકારનાં ગાડાઓમાં કરિયાણાં ભરીને પરદેશ જતા હતા. રસ્તામાં મોટું અરણ્ય આવ્યું. ત્યાં વ્યાપારીઓને પાણીની તરસ લાગી, તરસ છીપાવવા માટે આસપાસ તપાસ કરવા છતાં ક્યાં પણ પાણીને પત્તો લાગે નહિ. તેવામાં તેઓની નજરે ચાર રાફડાઓ પડ્યા. એક રાફડો ફાડ્યો, તેમાંથી પુષ્કળ પાણી મળી આવ્યું, તે પાણીથી પોતાની તૃષા છીપાવી અને પોતાની પાસેના વાસણમાં પાણી ભરી લીધું.
|:TI
nelor
Jain Education
matinal
For Private & Personal Use Only