________________
家家樂隊樂隊樂家樂家深
આજ પહેલાં આવેલા છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલોમાં આવનારા છે.
તો પછી શ્રમણ ભગવાન મહાવીર આ બ્રાહ્મણ કુલમાં કેમ આવ્યા? તે એક આશ્ચર્ય છે, આવા આશ્ચર્યકારક બનાવો પણ કોઈ ભવિતવ્યતાના યોગે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વીતી ગયા પછી આ લોકમાં બને છે. આ અવસર્પિણી કાળમાં આવા દશ આશ્ચર્યો થએલાં છે, જે આ પ્રમાણે –૧ શ્રી મહાવીર પ્રભુને કેવલી અવસ્થામાં પણ થએલો ઉપસર્ગ, ર ગર્ભહરણ, ૩ સ્ત્રી તીર્થકર, ૪ અભાવિત પર્ષદા-નિષ્ફળ દેશના, ૫ કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં ગમન, ૬ ચંદ્ર અને સૂર્યનું મૂળ વિમાને અવતરણ, છ હરિવંશ કુળની ઉત્પત્તિ, ૮ ચમરેન્દ્રને ઉત્પાત, ૯ એક સમયે એક આઠનું સિદ્ધ થવું અને ૧૦ અસંયતિની પૂજા.
પહેલું આછેરું—આશ્ચર્ય ઉપસર્ગ તે શ્રીવીર પ્રભુને છદ્મસ્થપણામાં તો ઘણા ઉપસર્ગ થયા છે જેનું વર્ણન આગળ કહેવામાં આવનાર છે. પરંતુ આ ભગવંતને તો કેવલી અવરથામાં–કે જેઓના પ્રભાવ માત્રથી જ સર્વ ઉપદ્રવ નાશ પામવા જોઈએ તે અવસ્થામાં–પણ પિતાના શિષ્યાભાસ ગોશાળાએ ઉપદ્રવ કર્યો. આ વૃતાંત આવી રીતે બન્યો.
એક વખતે શ્રી વીર પ્રભુ વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં સમેસર્યા. તે જ સમયે ગોશાળો પણ હું જિન છું' એમ લોકોને કહેતો પિતાની ખ્યાતિ ફેલાવતો તે નગરીમાં
家家、家教、家教禁
Jain Educa
For Private & Personal Use Only
VO