________________
ક ૦
એક વખત તે લાકડા લેવા માટે વનમાં ગયે, ત્યાં બપોરના ભેજન સમયે પોતાના સાથીદારોથી વિખૂટા પડી ગએલા સાધુઓને જોઈને તે વિચારવા લાગ્યો કે : “અહો ! હું ભાગ્યશાળી છું કે મને આ વખતે અતિથિનો સમાગમ થયો.” પછી પરમ આનંદથી તેણે સાધુઓને ખાનપાન વહોરાવ્યા. ભેજન કરી રહ્યા પછી સાધુઓને નમન કરીને બોલ્યો કે: “હે મહાભાગ્યશાળીઓ ! ચાલો હું આપને માર્ગ બતાવું?” પછી રસ્તામાં જતાં જતાં નયસારને યોગ્ય આત્મા જાણી સાધુઓએ ધર્મનો ઉપદેશ આપ્યો, અને તેને સમકિતની પ્રાપ્તિ થઈ. સાધુઓને નમન કરી નયસાર પોતાના ગામમાં આવ્યો. આયુષ્ય પૂરું થતાં અંતસમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને બીજા ભવે તે સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુધ્યવાળા દેવ થયો.
દેવ ભવમાંથી ચવીને ત્રીજા ભવે ભરત ચક્રવર્તીને મરીચિ નામનો પુત્ર થયો. તેને વૈરાગ્ય થવાથી શ્રીષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી. સ્થવિરો પાસે અગિયારે અંગનો અભ્યાસ કર્યો. એક વખતે ઉનાળામાં તાપ વગેરેથી પીડા પામતાં તે વિચારવા લાગ્યો કે : “અતિ દુષ્કર એ આ સંયમને ભાર મારાથી તો સહન થાય તેમ નથી. વળી ઘેર પાછા જવું પણ અનુચિત છે. આ પ્રમાણે વિચાર કરીને તેણે ન જ વેષ ધારણ કર્યો. તે આ પ્રમાણે સાધુઓ તો ત્રણ દડથી વિરક્ત થએલા છે, પણ હું ત્રણ દંડથી વિરક્ત થયો નથી, તેથી મને ત્રિદંડનું ચિન્હ હા. સાધુઓ દ્રવ્ય
Jain Edu! 20
For Private & Personal Use Only