________________
ભયંકર રૂપ ધારણ કર્યું અને હાથમાં પરિધ નામનું શસ્ત્ર લઈ ગર્જના કરત સૈધર્મેન્દ્રના આત્મરક્ષક દેવોને ત્રાસ આપતે ઊંચે ચડ્યો. ત્યાં જઈને સૈધર્માવલંસક નામના વિમાનની વેદિકામાં પગ મૂકી ઇંદ્રને ધમકાવવા લાગ્યો. પછી ઇંદ્ર ગુસ્સે થઈને તેના તરફ જાજવલ્યમાન વજા મૂકર્યું, પછી અમરેન્દ્ર ગભરાઈને નાસતો નાસતો પ્રભુ મહાવીરના ચરણકમળમાં આવી નમી પડ્યો. પછી ઇદ્ર અવધિજ્ઞાનથી આ વૃતાંત જાણ્યો. અને માત્ર ચાર આંગળ જ છેટું રહેલું વજા પાછું ખેંચી લીધું; અને ચમરેન્દ્રને કહ્યું કે:-“આજ તો પ્રભુની કૃપાથી તેને જવા દઉં છું. આ અમરેન્દ્રનું ઉર્ધ્વગમન. તે આઠમું આશ્ચય જાણવું.
નવમું અજીરૂ-એક ને આઠનું એક જ સમયે સિદ્ધ થવું' એક જ સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનવાળા એક ને આઠ સિદ્ધ ન થાય પરંતુ આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ, ભરત સિવાયના તેમના ૯૯ પુત્રો અને ભારતના આઠ પુત્રો એમ એકસે ને આઠ એક જ સમયે સિદ્ધ થયા તે નવમું આશ્ચર્ય જાણવું.
દશમું અોડું-“અસંયતિની પૂજા' આરંભ અને પરિગ્રહમાં આસક્ત એવા અસંયતિ બ્રાહ્મણોની પૂજા, આ અવસર્પિણીમાં નવમા અને દશમાં જિનેશ્વરના વચલા સમયમાં થઈ, તે દશમું આશ્ચર્ય.
આ દશે આછેરા અનંતકાળ વીતી ગયા પછી આ અવસર્પિણીમાં થયા છે. આવી જ
Jain Education intomatical
For Private & Personal Use Only
www.jainelibrary.org