________________
死死光光,
રીતે કાળ તો બધે સરખા જ હોવાથી બાકીના ચાર ભરત ક્ષેત્રોમાં તથા ચાર ઐરવત ક્ષેત્રોમાં પ્રકારાંતરે દશદશ અધેરા જાણવાં.
આ દશ અચ્છેરા કયા કયા તીર્થકરોના વખતમાં થયાં તે કહેવામાં આવે છે. ૧ એકને આઠ એક સમયે સિદ્ધ થયા, તે શ્રી ઋષભદેવ પ્રભુના તીર્થમાં. ૨ હરિવંશની ઉત્પત્તિ, શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં. ૩ શ્રી કૃષ્ણ વાસુદેવનું અપરકંકામાં જવું, તે શ્રીનેમિનાથ પ્રભુના તીર્થમાં. ૪ સ્ત્રીનું તીર્થકર થવું તે શ્રીમલિનાથ પ્રભુના તીર્થમાં. ૫ અસંયતિઓની પૂજા, તે શ્રી સુવિધિનાથ પ્રભુના તીર્થમાં. ૬ ઉપસર્ગ, ૭ ગર્ભાપહાર, ૮ અભાવિત પર્ષદા, ૯ ચમરેન્દ્રનો ઉત્પાત અને ૧૦ ચંદ્રસૂર્યનું મૂળ વિમાને ઉતરવું. આ પાંચે આછેરા શ્રી મહાવીર પ્રભુના તીર્થમાં થયા.
આમાંનું એક આશ્ચર્ય આ પ્રમાણે કેન્દ્ર વિચાર્યું કે નીચગોત્ર નામના કર્મ સિવાય આમ બને નહિ. જે નીચત્ર નામકર્મની સ્થિતિનો ક્ષય થયો નથી–વેદ્યો નથી–જેનો રસ અનુભવ્યો નથી. જે કર્મના પ્રદેશો જીવપ્રદેશથી નિર્જરી ગયા નથી, તે ગોત્રકર્મના ઉદયથી જ ભગવાન બ્રાહ્મણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા છે.
આ નીચગોત્રનું કર્મ ભગવાને સ્થલ સત્તાવીશ ભવોની અપેક્ષાએ ત્રીજા ભવમાં બાંધ્યું હતું. આ સત્તાવીશ ભવો આ પ્રમાણે છે.
પહેલા ભવમાં પ્રભુ મહાવીરનો જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતો.
૧૬૨
Jain Educ
a
tional
For Private & Personal Use Only
brary.org