________________
તથા વનમાલા બંને જણા અકસ્માત મરણ પામ્યાને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિકપણે ઉત્પન્ન થયા.
રાજા અને વનમાલાનું મૃત્યુ સાંભળીને વીરક સાવધાન થઈ ગયો અને મનમાં જ ચિતવવા લાવ્યો કે: “પાપીઓને પાપની સજા બરાબર થઈ. ધીરે ધીરે વરકનું મન વૈરાગ્ય તરફ વળ્યું અને તે જ્ઞાન–વેરાગ્યના બળે મૃત્યુ પામી વ્યંતર થયા. તે વ્યંતરે વિર્ભાગજ્ઞાનથી પેલા બંને યુગલિયાને જોયા અને તે વિચારવા લાગ્યો કે: “અહો ! આ બંને મારા પૂર્વભવના વેરીઓ યુગલિયાનું સુખ ભોગવી રહ્યા છે અને મરણ પછી પાછા દેવ થઈ અનુપમ સુખ ભેગવશે. માટે બંને દુર્ગતિમાં જ જાય તેવો ઉપાય કરું.” આવો વિચાર કરીને બંનેના શરીર પોતાની શક્તિ વડે નાના કરી દીધાં, અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય સેપી સાતે વ્યસન શીખવ્યાં અને નામ હરિ અને હરિણી રાખ્યું, અને પછી વ્યંતર પિતાને રથાને ચાલ્યો ગયે. આ બંને જણાના વંશમાં જે માણસ થયા તે હરિવંશના નામથી ઓળખાવા લાગ્યા. યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેમના શરીરનું તથા આયુષ્યનું સંક્ષિપ્ત કરવું તથા તે બંનેનું નરકે જવું એ બધું આશ્ચર્ય જ ગણાય. આ સાતમું આશ્ચર્ય જાણવું.
આઠમું અજીરું-“ચમરેન્દ્રને ઉત્પાત તે આ પ્રમાણે–પૂરણ નામનો એક ઋષિ તપ તપીને અસરકારોના દ્રિ-ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયો. તેણે ઉત્પન્ન થતાંની સાથે જ પોતાના મસ્તક ઉપર સધર્મને જોયો. તેણે અદેખાઇથી પ્રેરાઈ, ગુરસે થઈ, પ્રભુ શ્રીવીરનું શરણું લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org