________________
છ અછેટું–ચંદ્રસૂર્યનું મૂળ વિમાને આવવું.” કૌશાંબી નગરીમાં ભગવાન શ્રી મહાવીરને વંદન કરવા
માટે ચંદ્ર અને સૂર્ય મૂળ વિમાને આવ્યા હતા (જુઓ ચિત્ર નં. ૭૮, ૭૯ અને ૮૦). તે છડું આશ્ચર્ય.
સાતમું આછેરું–‘હરિવંશ કુલની ઉત્પત્તિ.” કૌશાંબી નગરીના રાજા સુમુખ, વીરક નામના એક શાળવીની વનમાલા નામની સુંદર પત્નીને ઉપાડીને અંતઃપુરમાં રાખી દીધી. પોતાની સ્ત્રીના વિરહથી શાળવી ગાંડ થઈ ગયો, અને રસ્તામાં જે કંઈ મળે તેને વનમાલા, વનમાલાના નામથી બોલાવવા લાગ્યા. ગામમાં લોકો કૌતુકવૃત્તિથી તેની પાછળ પાછળ ફરવા લાગ્યા. એક
વખત રાજા અને વનમાલાની નજર આવી ઉન્મત્ત ચિત્ર નં. ૮૦ મૂળ વિમાને સૂર્ય
અવસ્થામાં ફરતા વીરક ઉપર પડી. તે જ વખતે આપણે
આ કામ ખરેખર અનુચિત જ કર્યું છે, એવો પશ્ચાતાપ બંને જણ કરવા લાગ્યા; એટલામાં ભવિતવ્યતાના ગે આકાશમાંથી વીજળી પડી અને રાજા
૧૫૮
Jand
For Private & Personal Use Only
brary.org