________________
幾縣機新機解幾線幾縣機鄰地
એક દિવસ નારદમુનિ પાંડવોની સ્ત્રી દ્રૌપદી પાસે આવી ચડ્યા. તેઓને અસંયતિ જાણી કાંઇ પણ આદરમાન દીધું નહિ, તેથી નારદને માઠું લાગ્યું અને તેણીને હેરાન કરવાને માટે ધાતકીખંડના ભરતક્ષેત્રમાં આવેલી અપરકકા નામની રાજધાનીમાં રાજા પોત્તર પાસે દ્રૌપદીના સંદર રૂપનું વર્ણન કર્યું. પદ્યોત્તર રાજા સ્ત્રીલુબ્ધ હોવાથી તેનું મન ચંચલ બન્યું અને તેને પોતાના એક મિત્ર દેવ મારફત દ્રૌપદીનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં આણી. પાંડવોની માતા કુંતાજીએ દ્રોપદી ગુમ થવાની વાત શ્રીકૃષ્ણને કહી. નારદે દ્રૌપદી અપરકંકામાં હોવાના સમાચાર શ્રીકૃષ્ણને આપ્યા. પછી શ્રીકૃષ્ણ લવણુ સમુદ્રના અધિષ્ઠાયક દેવ સુસ્થિતનું આરાધન કર્યું અને તેથી પ્રસન્ન થએલા દેવે શ્રીકૃષ્ણને જવાનો માર્ગ આપ્યો. પાંડવોને રથ બે લાખ
જન જેટલા વિસ્તારવાળા લવણુ સમુદ્ર ઓળંગી ગયો અને અપરકંકા પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી નરસિંહનું રૂપ લઈ પોત્તરને હરાવીને, દ્રોપદીના કહેવાથી તેને શ્રીકૃષ્ણ જીવતો જવા દીધે. પછી દ્રૌપદીને લઈને પાછા ફરતા હતા ત્યારે શ્રીકૃષ્ણ પોતાનો શંખ ફૂંક્યો. આ શંખને અવાજ સાંભળી ત્યાં રહેલા કપિલ વાસુદેવને ભારે આશ્ચર્ય થયું. તેમણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનને પૂછતાં શ્રીકૃષ્ણ આવ્યાનું જાણ્યું. શ્રીકૃષ્ણને મલવા ઉત્સુક થએલા. કપિલ વાસુદેવ સમુદ્રકાંઠે આવ્યા, અને પિતાને શેખ ફંક્યો. પછી શ્રીકૃષ્ણ પણ એ શંખનો જવાબ શંખથી વાળે. એ રીતે આ અવસર્પિણીમાં શ્રીકૃષ્ણનું અપરકંકામાં જવું એ પાંચમું આશ્ચર્ય.
Jan Education Intematon
For Private & Personal Use Only
www.jane trary.org