________________
યા
દુરાત્માએ પ્રભુ ઉપર તેલેશ્યા મૂકી. તેજોલેશ્યા પ્રભુની આસપાસ ત્રણ વાર પ્રદક્ષિણ દઈ, પછી ગોશાળાના શરીરમાં જ દાખલ થઈ ગઈ. તેનું આખું શરીર દાઝી ગયું, અને સાત દિવસ | ભારે વેદના અનુભવી સાતમી રાત્રિએ મરણ પાપે ભગવાનને પણું તેલેશ્યાના તાપથી છે | મહિના સુધી લોહીના ઝાડા થયા. જેઓના નામ સ્મરણ માત્રથી સર્વ દુ:ખ શમી જાય એવા ભગવાનને પણ આ પ્રમાણેને ઉપસર્ગ થયે તે પ્રથમ આશ્ચર્ય.
બીજું અજીરૂં-ગર્ભહરણ શ્રી મહાવીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ત્રિશલા રાણીની કૂખમાં થયું. પ્રથમના બીજા કોઈપણ જિનેશ્વરને એવું બન્યું નથી; તે બીજું આશ્ચર્ય.
ત્રીજી આછેરું-સ્ત્રી તીર્થકર તીર્થકર ભગવંતે હમેશાં પુરુ જ હોય એવો નિયમ છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા કુંભરાજાની કન્યા મહિલ નામની કુંવરીએ તીર્થકરરૂપે તીર્થ પ્રવર્તાવ્યું તે ત્રીજું આશ્ચર્ય.
ચોથું અજીરું-“ અભાવિત પર્ષદા’ પ્રભુની દેશના કદાપિ નિષ્ફળ જતી નથી. પરંતુ શ્રીવર્ધમાનસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, દેવોએ રચેલા પ્રથમ સમવસરણની અંદર દેશના દીધી, છતાં કોઈને વિરતિને પરિણામ ઉત્પન્ન થયે નહિ. તે ચોથું આશ્ચર્ય.
પાંચમું આછેરું– દ્રૌપદી માટે નવમાં વાસુદેવ શ્રી કૃષ્ણનું અપરકંકા જવું.” તે આ પ્રમાણે–
Jain Educa
For Private & Personal Use Only
Tary.org