________________
જ છે.
સર્વ વૃતાંત નિવેદન કર્યું. પછી ભગવાન બોલ્યા કે:-“હે આનંદ ! તું ગીતમાદિ મુનિઓને જલદી કહી દે કે આ ગોશાળે આવે છે, તેની સાથે કોઈ પણ વાદવિવાદ કરશે નહિ.” પછી બધા આઘાપાછા થઈ ગયા.
ત્યારપછી ત્યાં ક્રોધથી ધમધમતો ગોશાળે આવ્યા, અને તેણે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે – “હે કાશ્યપ ! તું એમ કેમ બેલે છે કે આ ગોશાળો તો મંખલિ પુત્ર છે. જે તારો શિષ્ય હતો તે તો કયારનેએ મરી ગયો, હું તો જુદો જ માણસ છું. અલબત આ શરીર ગોશાળાનું છે પણ તે તો મેં પરિસહ સહન કરવાને આ શરીર સમર્થ લાગવાથી, તે શરીરમાં પ્રવેશ કરીને મેં મારું બનાવ્યું છે.”
ગોશાળાની આવી તોછડાઈ જોઈ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓને બહ લાગી આવ્યું. તેઓ વચમાં ઉત્તર આપવા જતાં ગોશાળાએ તે જ વખતે તેને યા મૂકી બંને સાધુને બાળી નાખ્યા; બંને સાધુઓ કાળ કરીને સ્વર્ગે ગયા.
પછી પ્રભુએ કહ્યું કે :–હે ગોશાળા તું એ જ છે બીજો નથી, ખોટી રીતે શા માટે તારા આત્માને છૂપાવે છે ? તું તારી જાતને છુપાવી શકે તેમ નથી કેઈ ચાર ચોરી કરતાં પકડાઈ જવાની બીકે પોતાની આંગળી કે કોઈ તરખલા નીચે પોતાની જાતને છૂપાવવા પ્રયત્ન કરે તે શું પોતાની જાતને છૂપાવી શકે ખરો ?’ આવી રીતે સમભાવપૂર્વક યથાસ્વરૂપ કહેવા છતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.ainbrary.org