________________
家教家
、家教、家教、家教
'वरमग्गिमि पवेसो वरं विसुद्धेण कम्मुणा मरणं ।
मा गहियव्ययभङ्गो मा जीअं खलिअसीलस्स ॥१॥ અગ્નિમાં પ્રવેશ કરવો સારે. અને શુદ્ધ કર્મથી મૃત્યુ આવે તો તે પણ સારૂં, પરંતુ ગ્રહણ કરેલા વ્રતનો ભંગ અને શીલની ખુલના કરવી તે સારી નહિ.”
ચારિત્રનું કષ્ટ જ્ઞાનપૂર્વકનું કષ્ટ છે અને તેથી તે મહાન ફલને આપનારું છે. વળી તે પોતે જ પૂર્વભવમાં ધર્મ માટે કેટલું કષ્ટ વેઠયું હતું કે જેનું ફળ તું આજે ભોગવી રહ્યો છું તે તું પોતે જ | વિચારી જે. તારો પૂર્વભવ સાંભળ:
તું આ ભવથી ત્રીજા ભવમાં વિતા પર્વતમાં, છ દાંતવાળો ધોળો અને એક હજાર હાથણીઓને રવામી એવો સુમેરપ્રભ નામનો ગજરાજ હતા. એક વખતે વનમાં દાવાનળ લાગ્યો, તેથી ભય પામીને ત્યાંથી નાસતો નાસતો બહુ જ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યા. નાસવાના થાકને લીધે તરસ બહુ લાગી હતી. અને તળાવમાં જવાના મુખ્ય માર્ગની તને ખબર નહતી; તેથી તળાવના પાણી પાસે પહોંચતાં પહેલાં જ તું કાદવમાં ખેંચી ગયો, અને આ રીતે પાણી અને કિનારો બંનેથી ભ્રષ્ટ થયો. એવામાં તારો પહેલને વૈરી એ એક હાથી ત્યાં આવ્યો અને તેણે તને તુશળ મારી તને ઘાયલ કર્યો. આ આઘાતથી સાત દિવસ વેદના ભેગવી. એકવીશ
૧૨
Jain Education international
For Private & Personal Use Only
W
brary.org