________________
多家次家家教、家教、家教
રાજમાર્ગમાં સ્થાપન કરે છે. અહીં મેઘકુમારનું દષ્ટાંત આ પ્રમાણે છે:–એક વખત પ્રભુ શ્રીમહાવીરસ્વામી પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા, રાજગૃહ નગરીની બહાર ઉદ્યાનમાં સમેસર્યા (જુઓ ચિત્ર નં. ૭૭). તે વખતે શ્રેણિક રાજાની ધારિણી નામે રાણીના ઉદરે જનમેલો મેઘકુમાર વગેરે પ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની દેશના સાંભળીને મેઘકુમારને તીવ્ર વૈરાગ્ય થયું. તેણે પિતાની આઠ સ્ત્રીઓનો ત્યાગ કરી, મહામહેનતે માતાપિતાની આજ્ઞા મેળવી પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ સાધુઓને આચાર વગેરે શીખવવા માટે વિરને સેપ્યો. રાત્રીએ અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમારનો સંથારો દરવાજા પાસે આવ્યો. ત્યાં માત્રુ વગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂળથી તેનો સંથારો ભરાઈ ગયું. કુલ જેવી સુકોમળ શય્યામાં સૂનાર મેઘકુમારને આવા ધૂળથી ભરાએલા સંથારામાં એક ક્ષણ પણ નિદ્રા ન આવી. તે વિચારવા લાગ્યો કે:-કયાં મારી સુખશવ્યા અને આ પૃથ્વી પર આળોટવાનું? આવું દુ:ખ મારે કયાં સુધી વિવું?’ હવે તો સવારે પ્રભુની રજા લઈને હું તો ઘેર ચાલ્યો જઈશ.”
સવાર થતાં જ મેઘકુમાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ મધુર વચનથી મેઘકુમારને કહ્યું કે – હે વત્સ! તે રાત્રીએ કેવું દુર્થાન ચિંતવ્યું? તે બહુ જ અવિચારિત ચિંતવન કર્યું છે. તે વિચાર કર કે આ જીવે નારકીનાં તીવ્ર દુ:કેટકેટલા સાગરોપમ સુધી કેટકેટલીવાર સહન કર્યા છે, એ દુ:ખ આગળ આ દુ:ખ શા હિસાબમાં છે? કહ્યું છે કે
I
!
'
'
For Private & Personal Use Only
www.jane brary.org