________________
સાંભળીને, સમજીને હરખાઈ, ગૃહી, યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહે છે એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારું કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે. હે દેવાનુપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે. હે દેવાનુપ્રિય ! સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઈચ્છેલું છે, હે દેવાનુપ્રિય! મેં તમારા એ વચનને સાંભળતાં જ રવીકારેલું છે–પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય! એ તમારૂં વચન મેં રહેલું છે અને મને માન્ય પણ છે, હે દેવાનપ્રિય ! જે એ હકીકત તમે કહે છે તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે અમોનાં ફલેને એ દેવાનંદ બ્રાહ્મણી બરાબર સ્વીકારે છે, તે સ્વમોનાં ફલાને બરાબર સ્વીકારીને એટલે એ સ્વનાં ફલોને બરાબર જાણી–સમજી અપભદત્ત બ્રાહ્મણની સાથે ઉદાર-વિશાલ એવા માનવોચિત અને ભોગવવા યોગ્ય ભોગોને ભેગવતી તે દેવાનંદા બ્રાહ્મણી રહે છે.
હવે તે કાલે અને તે સમયે શક્ર, દેવોને દ્રિ દેવોને રાજા, હાથમાં વજને ધારણ કરનાર, અસુરોના પુરોન–નગરોને-નાશ કરનાર–પુરંદર, શ્રાવકની પાંચમી ડિમાં સે વખત વહન કરનારો હોવાથી જેણે પોતાના કાર્તિક શેઠના ભવમાં શતક્રનું નામ પ્રાપ્ત કર્યું હતું. તે કથા આ પ્રમાણે છે:
પૃથ્વીભૂષણ નામના નગરમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં કાર્તિક નામને એક શેઠ રહેતો હતો, તે સે વખત શ્રાવકની ડિમા વહન કરીને, શતકનુ નામથી વિખ્યાત
JE 12
For Private & Personal Use Only