________________
છે; એવો એ ઈદ્ર સિધર્મ નામના દેવલોકમાં આવેલા, સધર્માવસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક્ર નામના સિંહાસન ઉપર બેઠેલો હતો (જુઓ ચિત્ર નં. ૭૧).
તે ઈંદ્ર ત્યાં બત્રીસ લાખ વિમાને, ઈંદ્રની જેવી જ ઋદ્ધિવાળા ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશ ત્રાયશ્વિક દેવો, કે જે ઇંદ્રને પણ પૂજવા લાયક છે અને પ્રધાન જેવા છે, સોમ, યમ, વરુણ અને કુબેર નામના ચાર લોકપાળ, દરેક સોળ હજારના દેવીઓના પરિવાર વાળી એવી ૧ પદ્મા. ૨ શિવા. ૩ શચી. ૪ અંજુ, ૫ અમલા, ૬ અપ્સરા, ૭ નવમિકા અને ૮ રોહિણી નામની આઠ પટરાણીઓ (જુઓ ચિત્ર નં. ૭૨). બાહ્ય, મધ્યમ અને અત્યંતર એ ત્રણ પર્ષદા–સભાઓ, ૧ ગંધર્વ, ૨ નાટક, ૩ ઘોડે, ૪ હાથી, ૫ રથ, ૬ સુભટ અને, ૭ વૃષભ-બળદ એ સાત સેનાઓ (જૂઓ ચિત્ર નં. ૭૩), સાત સેનાધિપતિઓ, ચારે દિશાઓમાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આમરક્ષક દેવ મળી ત્રણ લાખને છત્રીસ હજાર આત્મરક્ષક દેવ અને સૌધર્મલોકમાં વસનારા બીજા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓને તે અધિપતિ છે, આ બધા પરિવારને અગ્રેસર છે, સ્વામીનાયક-છે. ભર્તા–પોષક–છે, અને એ બધાનો તે મહત્તર-મહામાન્ય–ગુરૂસમાન છે, તથા એ બધાં ઊપર પોતાના નિમેલા માણસો દ્વારા આજ્ઞા કરાવતો, પોતે પણ આજ્ઞા કરતા અને નિરંતર ચાલતાં નાટકે (જુઓ ચિત્ર નં. ૭૪), ગીત, વાજંત્રો. વીણાઓ, હાથતાળીઓ, અન્ય વાજીંત્રો અને મેઘની જેવા ગંભીર અવાજવાળે તેલ (જૂઓ ચિત્ર નં. ૫). એ બધાનાં મોટા અવાજ
૧૩૫
Jain Educational
For Private & Personal Use Only