________________
ઉન્માનને પ્રાપ્ત થએલો સમજવો.
અહીં ભારનું માન આ પ્રમાણે છે :- સરસવને એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીનો એક વાલ, સેળ વાલને એક ગદીયાણ. દશ ગદીયાણાને એક પલ દો પલને એક મણ, દશ મણુની એક ઘડી અને દશ ઘડીનો એક ભાર, આ પ્રમાણે ડાહ્યા માણસોએ કહેલું છે. અહીં જે ‘એકસો પચાસ પલનો મણ કહ્યો છે. તે જગ્યાએ પલ નહિ પણ ગદીયાણુ લેવા, કારણ કે દઢ પલને મણ લઈએ તો ભારના અઠ્ઠોતેર મણ થાય અને તેના અર્ધ ભાગે ઓગણચાલીશ મણ થાય, આટલું શરીરનું પ્રમાણુ સંભવે જ નહિ. જે દોઢ ગદીયાણાને મણ લઈએ તે ચાલીશ શેરના માન વડે કંઈક અધિક એવા પોણા આઠ મણ થાય, અને તેનું અર્ધ પ્રમાણ એટલે એણે ચાર મણુ પાંચ શેરથી વધારે શરીરનું પ્રમાણ સંભવે છે. તેથી અહીં દોઢ વદીયાણાનો મણ લેવો. કેટલાક દેશોમાં ત્રણ શેરથી કાંઈ ઓછા પ્રમાણુના મણુને પણ વ્યવહાર છે.
પ્રમાણુ એટલે ઉંચાઈ. પિતાના આંગળા વડે એકને આઠ આગળ ઉત્તમ પુરુ ઉંચા હોય છે. મધ્યમ પુરો નું આંગળ ઉંચા હોય છે અને જઘન્ય પુરુષો ચોરાશી આંગળ ઉચા હોય છે. અહીં ઉત્તમ પુરુષો એટલે તીર્થકર સિવાયના સમજવાનાં છે, કારણ કે તીર્થંકરોને બાર આંગળ ઉંચું ઉષ્ણીષ (શીખા) ગણતાં એકને વીશ આંગળ થાય છે.
વળી આ પુત્ર ચંદ્રની પેઠે સેમ્ય આકૃતિવાળ, મનેહર, દેખાવમાં સુંદર, વરૂપવાન અને
૧૨૮
For Private & Personal Use Only
Harvard