________________
» દ્ન @
Jain Educa
蘇菜蒸菜鮮
તે નિશ્ચય પાર પાડવાના સંકલ્પ કર્યા અને જનમતાં જ તેણે અમ કર્યો. આ બાળક લધુકર્મી છે, અને આ ભવમાં જ માક્ષે જવાના છે. ભવિષ્યમાં તે તમને બહુ જ ઉપકારક થશે. ” આ પ્રમાણે
કહી ધરણું, પોતાના ગળાના હાર બાળકના ગળામાં નાખ્યા અને પેાતાના સ્થાનકે ગયા.
પછી શેઠના સંબંધીઓએ આવી શેઠની ઉત્તરક્રિયા કરી અને તે બાળકનું નાગકેતુ એવું નામ પાડ્યું. વખત જતાં તે ભારે જિતેંદ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક થયા. એક વખત વિજયસેન રાજાએ કાઈ નિર્દોષ માણસને ચારી નહિ કરવા છતાં ચારીનું તહેામત મૂકીને ફાંસીએ ચડાવ્યા. પેલા નિર્દોષ માણસ મરીને વ્યંતર થયા, અને આખા નગરના નાશ કરવા માટે મોટી શિલા તૈયાર કરી, તે શિલાવડે આખા ગામને છૂંદી મારવાના દૃઢ નિશ્ચય કર્યો. રાજા પ્રત્યે વેર લેવાને માટે રાજાને લાત મારી સિંહાસન પરથી નીચે પાડી નાખ્યા, રાજાના માંમાંથી લેાહીની ધારા વહેવા માંડી. આ વાતની નાગકેતુને ખબર પડી. તેણે વિચાર્યું કે મારા જીવતાં એક વ્યંતરના હાથે શ્રીસંધ તથા જિનપ્રાસાદને વિધ્વંસ થાય તે મારાથી કેવી રીતે જોઈ શકાય. આ પ્રમાણે વિચાર કરીને તે જિનપ્રાસાદના શિખર ઉપર ચડ્યો, અને પેલા વ્યંતરની જબરજસ્ત પાષાણની શિલા પેાતાના હાથમાં ઝીલી રાખી. તે વ્યંતર નાગકેતુની તપસ્યાના પ્રભાવ સહન કરી શકયો નહીં. શિલાને સંહરી લઈ તે વ્યંતર નમ્રતાપૂર્વક નાગકેતુના પગમાં પડ્યો અને પેાતાના અપરાધ માટે ક્ષમા માગી. આ રીતે નાગકેતુના વચનથી રાજા, રાજ્ય, સંઘ અને જિનપ્રાસાદ ભયમુક્ત થયા.
tional
For Private & Personal Use Only
*********
orary.org