________________
કયા
આવવું પડ્યું છે.'
રાજાએ વિસ્મય પામીને પૂછયું કે:-“હે નાગરાજ ! આ બાળક જનમતાંની સાથે જ શી રીતે અઠ્ઠમતપ કરવા પ્રેરાયે..?
ધરણે કહ્યું કે-હે રાજન ! આ બાળક પૂર્વભવે એક વણિકપુત્ર હતો. નાનપણમાં જ તેની માતા મૃત્યુ પામવાથી તેની ઓરમાન માતા અનેક પ્રકારે તેને સતાવવા લાગી. એક દિવસે તેણે પિતાના એક મિત્રને પોતાની ઓરમાન માતાનો જુલમ કહી સંભળાવ્યો. મિત્રે કહ્યું કે: “આ સંસારનાં બધાં દુ:ખાથી બચવાનો માત્ર એક જ માર્ગ તપશ્ચર્યા કરવાનો છે. પૂર્વભવમાં તે કાંઈ પણ તપશ્ચર્યા કરી હોય તેમ લાગતું નથી. તેથી તારે આ ભવમાં તારી શક્તિ મુજબ તપશ્ચર્યા કરવી જોઈએ. જેથી તેને પરભવમાં કષ્ટ ઉત્પન્ન ન થાય. મિત્રની સલાહ માની આ વણિકપુત્રે આવતા પર્યુષણમાં અઠ્ઠમતપ કરવાનો નિશ્ચય કર્યો. અને પોતાને કેાઈ ઉપદ્રવ ન કરે એટલા માટે પોતાના ઘરની પાસે આવેલી ઘાસની ઝુંપડીમાં જઈ સૂઈ રહ્યો.
આ વાતની પેલી ઓરમાન માતાને ખબર પડી. તે એકદમ ઉઠીને પાસે પડેલા અગ્નિમાંથી એક અંગારે લઈ પેલી ઝુંપડી ઉપર નાંખી સુઈ ગઈ. જોતજોતામાં ઝુંપડીમાં આગ લાગી અને તેમાં આ બાળક બળી ગયે. મરતી વખતે અમ કરવાને નિશ્ચય કરેલો હોવાથી, આ ભવે તે જ બાળક શ્રીકાંત શેઠના ઘેર પુત્રપણે અવતર્યો છે. ગયા ભવમાં તેણે અઠ્ઠમતપ કરવાનો નિશ્ચય કર્યો હતો, તેથી આ ભવમાં
For Private & Personal Use Only