________________
બુદ્ધિમાન અને આદિથી અંત સુધીની પૂરી રેખાઓ હોય તો સૈભાગ્યશાલી થાય છે. જે રેખાઓ શાખાવાળી. તૂટેલી વિચિત્ર લાગતી. રૂખી. ફાટી જવાથી તેજહીન લાગતી, અસ્તવ્યસ્ત પડેલી, ફીક્કી. લીલી કે કાળા રંગની હોય તે રેખાઓ અશુભ છે. શાખાઓવાળી રેખાઓથી કલેશ થાય છે. તૂટેલી રેખા આયુષ્ય તૂટી જવાનો ભય બતાવે છે. અસ્તવ્યસ્ત હોય તો ધનનો નાશ કરાવે છે. ફીક્કી રેખાઓ ખાવા-પીવાનું દુ:ખ આપે છે.–૧૩૯ થી ૧ર
[ મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી ગણિએ રચેલા શ્રીહસ્તસંજીવની નામના ગ્રંથમાં હથેળી જેવાથી પુણ્ય થાય છે અને તેઓશ્રીએ હાથમાં જુદા જુદા તીર્થોની. મંત્રાક્ષની. તીર્થકરો વગેરેની સ્થાપના કરવાના જુદા જુદા પ્રકારે બતાવેલા છે. તે ઉપયોગી લાગવાથી અત્રે આપવામાં આવે છે.
અંગુઠાના મૂળમાં બ્રાહ્મતીર્થ છે. કનિષ્ઠિકા આંગળીના મૂળમાં કાયતીર્થ છેતર્જની અને અંગુઠાની વચ્ચેના ભાગમાં પિતૃતીર્થ છે. તેમજ દેવત (દેવત્વ) આંગળીઓના અગ્રભાગમાં છે (જુઓ ચિત્ર નં. ૪ર).–૧
તર્જનીમાં શત્રુંજય, મધ્યમમાં ગિરનાર, અનામિકામાં આવ્યું અને કનિષ્ઠિકામાં સમેતક (સમેતશિખર) પર્વત છે. અંગુઠામાં અષ્ટાપદગિરિ છે. આમ અનુક્રમે પાંચે તીર્થોની ઉત્તમ પુરુષો સવારમાં ઊઠતાં જ પોતાના હાથનું દર્શન કરીને વંદના કરે છે (જુઓ ચિત્ર નં. ૪૩)-૨, ૩.
વીશ વિશાપકો તે વીશ જિનેશ્વર છે, અને હાથની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચાર બાજુ ચાર જિનેશ્વરો છે. એમ હાથમાં જ ચાવીશ તીર્થકરો છે (જુઓ ચિત્ર નં. ૪૪). ચિત્રમાં
Jain Education international
For Private & Personal Use Only