________________
અને સરખા તેમજ પુષ્ટ હાથવાળાને થોગ્ય સ્થાન મળતું નથી (અહીં સરખાનું લક્ષણ પચાથી ખભા પર્વત ચઢ-ઉતરમાં એકસરખા ઘેરાવાના હોય તે એમ સમજવાનું છે. રાજાના હાથ (પચાથી આંગળીઓ પર્યત) ચમકદાર, પરસેવા વગરના, માંસલ, છિદ્રરહિત, લાલાશ ઉપર, કામ ન કરવા છતાં કઠોર, ઉષ્ણ, લાંબી આંગળીઓવાળા તથા સ્નિગ્ધ હોય છે. ધનવાન પુષ્પના હાથ પહોળા. તાંબા જેવા લાલ નખવાળા, અને દેખાવમાં વાંદરાના હાથ જેવા હોય છે. અને દરિદ્રના હાથ વાઘના પંજા જેવા. વિકત તેમજ માંસ વગરના હોય છે. જેનું કરતલ (હથેળી) ત્રણ અખંડ રેખાઓથી શોભતું હોય તેવા ધન, સુવર્ણ તથા રતનથી યુક્ત પુરુષનું આસક્ત થએલી સ્ત્રીની માફક લક્ષ્મી સેવન કરે છે.–૧૨૪ થી ૧૨૯
જેનું કરમૂલ (પહોંચાની સંધિ) દબાઈ ગએલી (માંસમાં ડુબી ગએલી) સંધીઓવાળું, મજબુત, અને બરોબર બેઠેલા સાંધાવાળું હોય છે તેવા લક્ષણવાળો પુરુષ રાજા થાય છે. પરંતુ જે તે કરમૂલ લથ (ઢીલું) તથા હલાવતાં શબ્દ કરતું હોય યા ઢીલું પડી ગએલું હોય તો તે નિર્ધનતાનું લક્ષણ છે. રાજાના હાથની પીઠ પહોળી, ખીલેલી, ઉઠાવદાર, નિષ્પ ડુબી ગએલી નવાળી, તેમજ સાપની ફેણુ જેવી હોય છે. નિર્ધનના હાથની પીઠ મણિબંધની જેટલી જ નીચી, માંસરહિત, કુંવાટાંવાળી, નવાળી, રુક્ષ, કાંતિહીન તથા રંગ વગરની હોય છે. જે હથેળી ચોમેર ગોળાકાર ઉન્નત પ્રદેશને લઈ વચ્ચેથી ખાડાવાળી દેખાતી હોય તો ધનવાન થાય. જે ઉઠાવદાર હોય તે દાની થાય.
તે
Jain Education national
For Private & Personal Use Only
Worry.org