________________
*
*
*
સમૃદ્ધિથી યુક્ત રાજા અથવા પ્રધાન થાય છે. બે યવમાલા હોય તે પણ રાજપૂજિત થાય છે; અને એક યવમાલા હોય તો પણ ધનવાન તો થાય છે જ. જેને અંગુઠાની નીચે કાકપદનું સ્પષ્ટ ચિન્હ હોય તે માણસ પાછલી અવરથામાં ફૂલના રોગથી જલદી મરી જાય છે.–૧૮૨ થી ૧૮૬
જેના હાથની રેખાઓ અસ્પષ્ટ, ઝીણી અને તૂટેલી હોય તેની લક્ષ્મી જેમ સૂર્યથી રાત્રી નાશી જાય છે, તેમ નાશી જાય છે. આ પ્રમાણે જ જેના હાથમાં સારી રીતની રેખાઓ પડી | હોય તે સારું ફળ આપનારી હોય છે અને અશુભ રીતે પડેલી રેખાઓ અશુભ ફળ આપે છે.–૧૮૭, ૧૮૮
અંગુઠો સીધો, નિગ્ધ, ઉં, ગોળ અને દક્ષિણાવર્ત હોય તે સારો ગણાય છે. ધનવાન પુરુષોને અંગુઠામાં પણ સરખાં ભરાવદાર પર્વ હોય છે. ભાગ્યશાળી પુરુષોની આંગળીઓ હમેશાં ગોળ હોય છે. બુદ્ધિમાન પુરુષોની આંગળીઓ અણીદાર હોય છે; અને દીર્ધાયુ: પુરૂષોની આંગળીઓ લાંબી તેમજ સીધી હોય છે. ટચલી (કનિષ્ઠિકા) આંગળી અનામિકાના ઉપરના પર્વને ઉલંધી આગળ વધી હોય તો નકકી તે પુરુષને ઘણું ધન મળે છે. લાંબા પવવાળી આંગળીઓથી મનુષ્ય દીર્ધાયુ: અને ભાગ્યશાળી થાય છે. ઓછી આછી, વાંકીચૂકી તથા શુષ્ક આંગળીઓવાળા મનુષ્ય ધનહીન થાય છે. ધનહીન પુરૂષોની આંગળીઓ જાડી હોય છે. શસ્ત્ર ધારણ કરનારાઓની આંગળીઓ પાછળ નમી જતી હોય છે. ચપટી અને ટૂંકી આંગળીઓ નોકરોને હોય છે.
*
*
*
Jain E
.
For Private & Personal Use Only