________________
深深深深深深幾
જેને હાથની આંગળીઓની સંખ્યા દશથી જૂનાધિક હોય તે ધનધાન્યહીન અને અલ્પાયુ: થાય છે. જે કનિષ્ઠિકા અને અનામિકા વચ્ચે છિદ્ર હોય તો વૃદ્ધત્વમાં, અનામિકા અને મધ્યમાં વચ્ચે હોય તો તરૂણાવસ્થામાં, મધ્યમ અને તર્જની વચ્ચે હોય તો બાલ્યાવસ્થામાં માણસેને સુખ હોય છે. રાજાઓના હાથ ઉપર પરવાળા જેવા લાલ રંગના ચિકણા, કાચબાની પીઠની માફક ઉપસેલા, સ્નિગ્ધ અને અણીદાર તથા આંગળીના નખવાળા પર્વના અર્ધભાગ જેવડા માટા નખ હોય છે. લાંબા, વાંકાચૂંકા, તેજહીન, અણીવગરના અને તેજ કે મૃદુતાથી રહિત નખવાળો ધનધાન્યહીન થઈ જાય છે. જેના નખને પુષ્પ આવ્યાં હોય, અર્થાત્ નખ ઉપર ડાઘ પડતા હોય તેઓ દુશ્ચરિત્રવાળા હોય છે. ધોળા નખવાળા સંન્યાસી થાય છે. રંગ વગરના હોય તો પારકી પંચાત કરનારા, અને ચપટા કે ફોટલા નખવાળા દરિદ્ર થાય છે. ભોજરાજાના મતે ડાબા કે જમણા પગ કે હાથના નખ ઉપર આકસ્મિક ધોળા ડાઘ પડતા હોય તો તે શુભ લક્ષણ છે.–૧૮૯ થી ૧૯ 1 પીઠ-કાચબાના જેવી પીઠ (શરીરની પીઠ–બરડો) હોય તો રાજા થાય છે (જુઓ ચિત્ર નં. ૫૫). ઘોડાના જેવી પીઠ હોય તો ભેગ ભેગવનાર થાય છે (જુઓ ચિત્ર નં. પ૬); અને વાઘ જેવી પીવાળો ધનસંપત્તિ તથા સુસજ્જ સેનાને સેનાપતિ થાય છે (જુઓ ચિત્ર નં. પ૭). ન તરી આવતી હોય તેવી પીઠ જેની હોય તે નિર્ધન થાય છે.
Jain
due
For Private & Personal Use Only
brary.org