________________
તાળવાવાળી ધનવાન હોય છે, અને હાથીના તાળવા જેવા તાળવાવાળો માણસ માંડલિક રાજા થાય છે. રૂક્ષ, કબુર રંગનું, કઠોર, મેલું તાળવું વખણાતું નથી. કાળું તાળવું કુલને નાશ કરે છે, અને નીલ રંગનું તાળવું દુ:ખ આપનાર છે. લાલ રંગનું તાળવું (અરુણોદયને રગ જેવા રંગનું તાળવું) હોય તો માણસ ગુણવાન થાય છે. ગળાની ઘંટડી (જેને હૈડી અથવા ટોટો કહે છે), અણીદાર અને જાડી હોય તો શુભ છે. પરંતુ લાંબી કાળી, કઠિન. સૂક્ષ્મ અને ચપટી હોય તો તે સારી નથી. ર૩ર થી ૨૩૪
હાસ્ય–ઉત્તમ પુરનું હાસ્ય ઘણુંખરૂં જેમાં દાંત ન દેખાતા હોય, કપોલ હેજ રહેજ વિકસિત થયા હોય, બહુજ મધુર લાગતું હોય. ધીરતા દેખાતી હોય, કંપ ન હોય તેવું હોય છે. મધ્યમ કોટિના પુરુષોનું હાસ્ય ખભા તથા માથાને કંપાવતું, આંખો બીડાઈ જાય છે અને તેમાંથી આંસુ પડે, અને વારંવાર કે અંતમાં વિચિત્ર અવાજવાળું તથા ઉદ્ધત પ્રકારનું હોય છે. ૨૩૫, ૨૩૬
નાસિકા-જાડાં નરકેરાં અને અલ્પછિદ્રવાળી ચાર આંગળના પ્રમાણુની, બહુ જાડી કે પાતળી નહેતાં મધ્યમ પ્રકારની હોય તેવી નાસિકા દીર્ધાયુ: અને ભોગી પુરુષોને હોય છે. ઉન્નત નાસિકાવાળા (જુઓ ચિત્ર નં. ૬૦) સુખી અને ધનવાન થાય છે. સીધા નાકવાળો ભેગયુક્ત અને સુકાઈ ગએલા નાકવાળો દીર્ધાયુઃ થાય છે. તલના ફૂલ જેવી નાસિકાવાળા તેમજ પોપટની ચાંચ જેવી નાસિકાવાળો માણસ ભૂપતિ થાય છે. અગ્રભાગમાં હેજ વાંકી થતી નાસિકાવાળા ધનવાન થાય છે;
For Private & Personal Use Only