________________
માલાઓ જેવી રેખાઓ હોય) તો તે નકકી મહાધનવાન, સાર્વભૌમ નરેશ થાય છે. જેને હાથના મૂળ ભાગમાં (મણિબંધમાં) બે યવમલાઓ હોય તે માણસ રાજમંત્રી અને મહાન બુદ્ધિશાળી થાય છે. જેને સારી મનહર લાગતી એક જ યવમાલા હોય તે માણસ ધનધાન્ય યુક્ત અને શ્રેષ્ટિજનોથી પૂજા પામનાર થાય છે. જે ત્રણ યવમાલાઓ મણિબંધની બન્ને બાજુમાંથી નીકળીને પાછલા ભાગને વીંટાઈ જતી હોય તો ઉપરોક્ત ફળમાં અધિતો જાણવી. આ ત્રણે મણિબંધની રેખાઓ પૂર્ણ હોય તો પૂર્ણ ફળ મળે. મધ્યમ હોય તો મધ્યમ ફળ અને ટૂંકી હોય તો અ૫ ફળ મળે. ૧૫૮ થી ૧૬૨
ધર્મરેખા–જેને આયુરેખા અને અનામિકાના અંતરાલમાં સ્પષ્ટ ઉર્ધ્વરેખા હોય તે મનુષ્ય સતત ધર્મપરાયણ રહે છે. આંગળીઓના દરેક પર્વોમાં સ્પષ્ટ રેખા હોય અને યવચિન્હ પણ સ્પષ્ટપણે પડયું હોય તો શ્રેષ્ઠ રાજ્યનો લાભ થાય છે.–૧૬૭, ૧૬૮
સ્ત્રીરેખા-કનિષ્ઠિકા અને આયુરેખાના મધ્યભાગમાં જેટલી રેખાઓ હોય તેટલી સંખ્યામાં પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ (પતિ) થાય છે. જે આ રેખાઓ વિષમ (ખરાબ) પ્રકૃતિની અને સરલ સૂક્ષ્મ તેમજ દીર્ધ રેખાઓ હોય તો ભાગ્યશાળી સુંદર સ્ત્રી મળે છે. પરંતુ જે ફાટી ગઈ હોય તો દુર્ભાગી સ્ત્રી મળે.–૧૬૫, ૧૬૬.
સંતાનરેખા–અંગૂઠાના મૂળ ભાગમાં જેટલી જાડી રેખાઓ હોય તેટલા પુત્ર થાય અને જેટલી પાતળી રેખાઓ હોય તેટલી પુત્રીઓ થાય છે.–૧૬૭
Jain Educa
For Private
Personal use only
VO