________________
T
સ્વપ્નોની યાદી કરીયાદી કરીને તે, તેના ફલ વિષે વિચારવા લાગ્યો. વિચાર કરીને તેણે પોતાના સ્વાભાવિક-સહજમતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાનદ્વારા તે સ્વપ્નના અને ઉકેલ કર્યો. વિચાર કહેવો તે મતિ, વર્તમાનકાલ સંબંધી વિચાર કહેવો તે બુદ્ધિ અને અતીત તથા અનાગતકાલ સંબંધી વિચાર કહેવો તે વિજ્ઞાન. પિતાના મનમાં એ સ્વપ્નના અર્થોનો ઉકેલ કરી તે બ્રાહ્મણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેવા લાગ્યો (જુઓ ચિત્ર નં. ૧૬).
' હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વપ્ન તમે જોયાં છે, તમે આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ધ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વપ્ન જોયાં છે. તે સ્વપ્નનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે: હે દેવાનુપ્રિયે !
જો
કે
-
GIR
ચિત્ર નં. ૧૬ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા
national
For Private & Personal Use Only
I
!