________________
દેવાનંદાના હર્ષ, સંતોષ અને વિસ્મયને પાર ન રહ્યો. ચિત્તમાં આનંદ, હૃદયમાં પ્રીતિ અને મનમાં પરમતુષ્ટિનો અનુભવ થયો. આ મહારવો જોઇને તેણીને એટલો બધો હર્ષ થયા કે વરસાદના પાણીથી પિકાએલું કદંબનું ફુલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેણીના રોમેરોમ વિરવર થયા. તે પછી તેણી આવેલા સ્વપ્નનું એક પછી એક સ્મરણ કરવા લાગી, અને પોતાની પથારીમાંથી ઉઠીને ઘણીજ ધીરજ, શાંતિ, રિથરતા અને ગંભીરતાપૂર્વક, રાજહંસના જેવી ગતિવડે પોતાના પતિ-ઋષભદત્ત બ્રાહ્મણ જ્યાં સૂતા હતા ત્યાં આવી. આવીને ઋષભદત્ત બ્રાહ્મણને જય તથા વિજયથી વધાવ્યા. અર્થાત સ્વદેશમાં જય થાઓ અને પરદેશમાં વિજય થાઓ એવી રીતે વધાવીને ભદ્રાસન પાસે ગઈ. ત્યાં શ્રમને પરિહરી.
ભને દૂર કરી સુખપૂર્વક આસન પર બેઠી. પછી બંને હાથના દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલી કરીને, દેવાનંદા આ પ્રમાણે બેલી:–આ પ્રમાણે હે દેવાનુપ્રિય! આજે શય્યામાં હું થોડી થોડી ઉંઘતી હતી તે વખતે મેં આવા ઉદાર અને લક્ષ્મીને દેવાવાળા ગજ, વૃષભ વગેરે ચાદ મહાસ્વપ્ન જોયાં અને જોઈને હું જાગી ઉઠી. “હે દેવાનુપ્રિય ! આ ચિદ મહાસ્વપ્નનું કેવું કલ્યાણકારી અથવા ફલવૃત્તિવાળું ફલ મલશે તેને મને વિચાર આવે છે.'
પછી અષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બ્રાહ્મણી પાસેથી સ્વપ્નને લગતી સઘળે વૃત્તાંત સાંભળીને, બરાબર સમજીને રાજી થયે. સંતોષ પામ્ય યાવતુ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છંટકારાયેલું કદંબનું કુલ જેમ ખીલી ઉઠે તેમ તેનાં રોમેરોમ ઊભા થઈ ગયાં. પછી તેણે એ
For Private & Personal Use Only