________________
繼縣禮舞灣鄉隨
પદને અપાવનાર છે. માટે મોક્ષના અભિલાષી ભવ્ય જનોએ આવો અઠ્ઠમતપ નાગકેતુની માફક અવશ્ય કરવું જોઈએ.
નાગકેતુની કથા. ચંદ્રકાંતા નામની નગરીમાં વિજયસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રીકાંત નામે એક વ્યાપારી રહેતો હતો, તેને શ્રીસખી નામની ધર્મપત્નિ હતી. તેઓને બહુ માનતાઓથી એક પુત્ર થયા. શેઠનું આખું કુટુંબ ધર્મ અને શ્રદ્ધાવાળું હતું. એક વખતે પર્યુષણ પર્વ આવ્યાં અને શેઠના ઘરમાં અડ્ડમની તપશ્ચર્યા કરવાની વાતચીત થવા લાગી. પેલા સુરતમાં જન્મેલા બાળકને કાને આ વાત પડી. અઠ્ઠમની વાત સાંભળીને નિર્દોષ બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને અડ્ડમ કરવાની ઉચ્ચ અભિલાષાથી તેણે માતાને ધાવવાનું બંધ કર્યું.
પષણના અભાવે નાનું બાળક, માલતીના ફૂલની જેમ કરમાવા લાગ્યો. માતા-પિતાએ ઘણા ઉપાયો કર્યા પણ બાળકે તે તરફ જરાએ લક્ષ ન આપ્યું. ધીમેધીમે તે મૂર્જીવશ થઈ ગયો. શ્રીકાંત શેઠ અને શ્રી સખી આ ભારે આઘાત સહન ન કરી શક્યા. તેઓએ પોતાના પુત્રને મરેલો ધારી તે જ ક્ષણે પ્રાણ છોડી દીધા. સ્વજનેએ બાળકને જમીનમાં દાટી દીધો. - આ તરફ રાજાને શેઠ અને શેઠાણી મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા. રાજાએ પોતાના
Jain E
For Private & Personal Use Only
www.ainelibrary.org