________________
લખાય. એકંદરે સેલ હજાર, ત્રણ ત્યાશી હાથી પ્રમાણુ શાહીથી લખી શકાય તેવાં ચાદ પૂર્વ હોય છે. આવા ચિાદ પૂર્વના રહસ્યને જાણનાર શ્રીભદ્રબાહુ સ્વામી જેવા સમર્થ યુગપ્રધાન પુરુષની વાણીમાં ગંભીર અર્થ કેટલો બધો હોય તેની સામે પોતાની મેળે જ કલ્પના કરી લેવી. કહ્યું પણ છે કે:-“સર્વ નદીની રેતી એકઠી કરીએ અને સર્વ સમદ્રોનું પાણી એક કરીએ, તેનાથી અનંત ગુણો એક સૂત્રનો અર્થ થાય છે. વળી મુખમાં એક હજાર જીભ હોય અને હૃદયમાં કેવલજ્ઞાન હોય તો પણ મનુષ્યથી આ કપસૂત્રને મહિમા પૂરેપૂરો કહી શકાતો નથી.’
આ ક૫ત્ર વાંચવા અને સાંભળવાનો અધિકાર મુખ્યત્વે સાધુઓ અને સાધ્વીઓને છે. | તેમાં પણ કાલથી રાત્રીને વિષે, કાલ ગણુનાદિ વિધિ કરનારા અને યોગ વહન કરનારા સાધુઓ વાંચન અને શ્રવણના અધિકારી છે. નિશીથગૃણિ વગેરેમાં કહેલા વિધિવડે સાધ્વીઓ દિવસે પણું સાંભળવાને યોગ્ય છે.
શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ બાદ ૯૮૦ વરસે અને મતાંતરે ૯૯૩ વરસે આનંદપુર નગરમાં આ કલ્પસૂત્ર સે પહેલાં સભા સમક્ષ વાંચવામાં આવ્યું. આ વિષે એવી કથા પ્રચલિત છે કે આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજા રાજ્ય કરતો હતો. તેના એકના એક પુત્રનું મૃત્યુ નીપજવાથી રાજાને બેહદ સંતાપ થયે, તે સંતાપને લીધે તેણે ઉપાશ્રયમાં ગુરુ મહારાજ પાસે જવાને પણ ઉત્સાહ થતો ન હતો. રાજાની ઉદાસીનતા જોઈ ગામના બીજા પ્રતિષ્ઠિત અમલદારો અને ગૃહસ્થ
Jain
due
anal
For Private & Personal Use Only
ary.ru