________________
સર્વ જિનવરોમાં શ્રેષ્ઠ શ્રીવર્ધમાનસ્વામીને કરેલે એક જ નમસ્કાર કઈ પણ પુરુષ અથવા સ્ત્રીને સંસારસાગર તારવાને સમર્થ છે.” આવાં વચન સાંભળી પ્રયાસથી જ સાધ્ય એવા આ કપર્વના વિધિપૂર્વક શ્રવણમાં આળસ કરવી ન ઘટે.
નિયમ છે કે –“પુષવિશ્વાસે વચનવિશ્વાસ” તેથી આ કલ્પસૂત્રના રચનાર મહાપુરુષ કેટલા સમર્થ અને જ્ઞાની હતા તે કહે છે. તેઓશ્રી ચાદપૂર્વને જાણનારા યુગપ્રધાન શ્રીભદ્રબાહુ સ્વામી હતા. શ્રીભદ્રબાહુસ્વામીએ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમાં પૂર્વમાંથી ઉદ્ધરેલા દશાશ્રુતસ્કંધ સૂત્રના આઠમાં અધ્યયન તરીકે આ કપસૂત્રની રચના કરી છે. ચાદપૂર્વનું વર્ણન નીચે પ્રમાણે કરવામાં આવેલું છે?—એક હાથી પ્રમાણુ શાહીથી પહેલું પૂર્વ લખી શકાય. બે હાથી પ્રમાણુ શાહીથી બીજું પૂર્વ, ચાર હાથી પ્રમાણુ શાહીથી ત્રીજું પૂર્વ, આઠ હાથી પ્રમાણુ શાહીથી ચેાથે પૂર્વ, સોલ હાથી પ્રમાણુ શાહીથી પાંચમું પૂર્વ, બત્રીશ હાથી પ્રમાણુ શાહીથી છરું પૂર્વ, ચોસઠ હાથી પ્રમાણુ શાહીથી સાતમું પૂર્વ, એકસો ને અઠ્ઠાવીશ હાથી પ્રમાણુ શાહીથી આઠમું પૂર્વ, બસે ને છપ્પન હાથી પ્રમાણુ શાહીથી નવમું પૂર્વ, પાંચસે ને બાર હાથી પ્રમાણુ શાહીથી દશમું પૂર્વ, એક હજાર ને વીશ હાથી પ્રમાણુ શાહીથી અગિયારમું પૂર્વ, બે હજાર ને અડતાલીશ હાથી પ્રમાણુ શાહીથી બારમું પૂર્વ, ચાર હજાર ને છન્નુ હાથી પ્રમાણુ શાહીથી તેરમું પૂર્વ અને આઠ હજાર એસે ને બાણું હાથી પ્રમાણુ શાહીથી ચિદમ્ પૂર્વ
News No
For Private & Personal Use Only
orary.org