________________
શ્રીઆચારાંગસૂત્રની ટીકામાં પણ ખાસ કરીને “પંચહન્દુત્તરે” પાઠની પાંચ વસ્તુઓની જ | થોડી વ્યાખ્યા આપી છે. કલ્યાણકની વ્યાખ્યા આપી નથી.
શ્રીહરિભદ્રસૂરિજી વિરચિત યાત્રા પંચાશક ઉપર શ્રીઅભયદેવસૂરિએ જે ટીકા રચી છે તેમાં પણ શ્રીવીર પ્રભુના પાંચ કલ્યાણકેનું વર્ણન કર્યું છે. ૧ આષાઢ સુદી છઠના દિવસે ગર્ભસંક્રમણ, ૨ ચૈત્ર માસની સુદી તેરશે જનમ, ૩ માગશર સુદ દશમના દિવસે દીક્ષા, ૪ વૈશાખ સુદી દશમે કૈવલ્ય
અને ૫ કારતક માસની વદ અમાસે (ગુજરાતી સે માસની અમાસે) મેક્ષ. જે છઠ્ઠું કલ્યાણક ગણાતું ' હોત તો અહીં તેનો પણ જરૂર ઉલ્લેખ કરત.
વળી નીચ ગોત્રકમના વિપાકરૂપ અતિ નિંદવા ગ્ય અને આશ્ચર્યરૂપ જે કાર્ય ગણાતું હોય તેને કલ્યાણક શી રીતે કહેવાય? શ્રી વીર પ્રભુનો જીવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યો અને માતા ત્રિશલાએ જનમ આપ્યો એ અસંગતતાને નિવારવા માટે જ “પંચહન્દુત્તરે ” એ પાઠથી ગર્ભને અપહાર સૂચવ્યા છે. કલ્યાણક તે પાંચ જ છે. ‘તંજહા” તે આ પ્રમાણે. ભગવાનનું પાંચ હસ્તત્તરપણું મધ્યમ વાચનાથી દર્શાવે છે:“હન્દુત્તરાહિં ચુએ”—ઉત્તરાફાશુની નક્ષત્રમાં ભગવાન ચવ્યા. ચઈત્તા ગર્ભ વઈkતે–ચવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. હત્યુત્તરાહિ ગમ્ભાઓ ગર્ભ સાહરિએ-ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં જ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાની કુક્ષિમાં ગર્ભપણે મૂકાયા. હત્યુત્તરાહિં જાએ–ઉત્તરાફાલ્ગનીમાં જનમ્યા. હત્યુત્તરાહિં મુંડે ભવિષ્ના અગારાઓ અણુગારિઅ પબ્લએ-ઉત્તરાફાલ્ગની
Jain Education n
ational
For Private & Personal Use Only
library.org